ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકામાં એર શો દરમિયાન વિમાનો એકબીજા સાથે ટકરાયા, અંદાજીત 6 લોકોના મોત

Text To Speech

અમેરિકાના ટેક્સાસમાં આકાશમાં બે પ્લેન સામ-સામે ટકરાવવાની ઘટના બની છે. ટેક્સાસના ડલ્લાસ શહેરમાં એર શોમાં ભાગ લેવા આવેલા બે વિમાન વચ્ચે ટક્કર થતા દુર્ઘટના સર્જાઈ હતી. એર શોમાં સ્ટંટ કરતી વખતે બંને એરક્રાફ્ટ હવામાં અથડાયા હતા. પ્લેન ટકરાતા આગના ગોળામાં ફેરવાતું નીચે પડ્યું હતું. તેનો વીડિયો જોવા મળી રહ્યો છે.

આ અકસ્માત 12 નવેમ્બરે અમેરિકાના સમય મુજબ બપોરે 1.30 વાગ્યાની આસપાસ થયો હતો. ટેક્સાસના ડલ્લાસમાં વિન્ટેજ એર શો ચાલી રહ્યો હતો. એક બોઇંગ B-17 હવામાં સ્ટંટ કરી રહ્યું હતું, ત્યારે અચાનક બેલ P-63 નામનું બીજું પ્લેન આ પ્લેન પાસે આવ્યું અને બન્નેમાંથી કોઈ પણ પાયલટ હજુ કંઈ સમજે તે પહેલા જ બંને ટકરાઈ ગયા.

Two Planes Collide in dallas
Two Planes Collide in dallas

આ અકસ્માતમાં 6 લોકોના મોત

આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 40 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કાટમાળમાંથી જીવ બચાવવાનું મિશન ચાલુ છે. બંને વિમાનમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા. આ તમામ 6 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે.

Two Planes Collide
Two Planes Collide

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા કેટલાક વીડિયોમાં બે વિમાન હવામાં અથડાતા જોવા મળે છે. બંને એરક્રાફ્ટ આકાશમાં સ્ટંટ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ એકબીજા સાથે અથડાયા અને આકાશમાં કાળો ધુમાડો છવાઈ ગયો. એફએએ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે ઘટનાની તપાસ શરૂ કરી છે.

સવાલ ઉઠી રહ્યો છે કે એર શોમાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ. પ્રોફેશનલ પાયલટોએ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી. બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોએ જેમના બળ પર જર્મનીને હરાવ્યું હતું, તે વિમાનો આટલી બેદરકારીથી કેવી રીતે ટકરાયા. આ સવાલોના જવાબ જલ્દી મળી શકે છે કારણ કે અમેરિકાના ફેડરલ એવિએશન મિનિસ્ટરે તેની તપાસ શરૂ કરી દીધી છે.

Back to top button