રંગોળી બનાવતી બે છોકરીઓને કારે કચડી નાખી! ચીસો પાડતો વીડિયો થયો વાયરલ, જૂઓ
- દુર્ઘટના બાદ કારચાલક કારમાંથી નીચે ઉતરીને ફરાર થઈ જાય છે, પરંતુ આ સગીર પોલીસના હાથે ઝડપાઈ ગયો
ઈન્દોર, 29 ઓકટોબર: મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફૂલ સ્પીડમાં આવતી બેકાબૂ કાર બે છોકરીઓને કચડી નાખે છે. છોકરીઓ ઘરની બહાર રંગોળી બનાવતી હતી. આ દરમિયાન કાર તેની ઉપરથી ચડી જાય છે. દુર્ઘટના બાદ કારચાલક કારમાંથી નીચે ઉતરીને ફરાર થઈ જાય છે. જોકે, તે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આરોપીની ઉંમર માત્ર 17 વર્ષ હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં બંને છોકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
જૂઓ આ હૃદયદ્રાવક વીડિયો
मध्य प्रदेश के इंदौर में दो लड़कियां घर के बाहर रंगोली बना रही थीं। तभी एक तेज रफ्तार कार ने दो लड़कियों को रौंद दिया। दोनों लड़कियां जिंदगी और मौत से जूझ रही हैं।
बताया जा रहा है कार चलाने वाले की उम्र 17 साल है। पुलिस ने उसे दबोच लिया है। #Liveaccident #MadhyaPradesh pic.twitter.com/NGIljCn7Tq
— Vinay Saxena (@vinaysaxenaj) October 29, 2024
ચીસો પાડતા સીસીટીવી ફૂટેજ વાયરલ!
આ દુર્ઘટનાનો 40 સેકન્ડનો CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘણી છોકરીઓ રસ્તાની બંને બાજુએ પોતાના ઘરની બહાર રંગોળી બનાવી રહી છે. ત્યારે રસ્તા પરથી એક ફૂલ સ્પીડમાં કાર પસાર થાય છે. ગુલાબી રંગની સાડી પહેરેલી એક મહિલા કારથી માંડ-માંડ બચે છે. ત્યારે એક બેકાબૂ કાર રસ્તાના કિનારે રંગોળી કરતી બે છોકરીઓને કચડી નાખે છે. ટક્કરનો જોરદાર અવાજ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. દુર્ઘટના બાદ ચીસો સાંભળાઈ રહી છે. આ દરમિયાન ડ્રાઈવર કારમાંથી નીચે ઉતરીને ભાગી જાય છે.
સગીર છોકરો પકડાયો
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) વિનોદ કુમાર મીનાએ જણાવ્યું કે, સોમવારે સાંજે એક પૂર ઝડપે આવતી કારે પ્રિયાંશી પ્રજાપત (21) અને નવ્યા પ્રજાપત (14)ને કચડી નાખી હતી. તે સમયે બંને છોકરીઓ ઘરની બહાર રંગોળી બનાવી રહી હતી. તેમણે કહ્યું કે, ઘટના બાદ કારમાંથી નીચે ઉતરીને ભાગી ગયેલા ડ્રાઈવરને બેટમા વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે અને કાર કબજે કર્યા બાદ તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
છોકરીઓની હાલત ગંભીર
પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘શિખાઉ કાર ચાલકે તેની ઉંમર 17 વર્ષ કહી છે. અમે તેની ઉંમરની પુષ્ટિ કરવા માટે તપાસ કરી રહ્યા છીએ. તે તેના એક પરિચિતની કાર ચલાવતો હતો.’ ડીસીપીએ વધુમાં કહ્યું કે, કારની અડફેટે આવીને ખરાબ રીતે ઘાયલ થયેલી છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાંથી એકની હાલત ગંભીર છે. આ રુવાણા ઊભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ જૂઓ: કેરળના CM પિનરાઈ વિજયનના કાફલાની સામે આવી પાપાની પરી! માંડ માંડ બચ્યા મુખ્યમંત્રી, જૂઓ વીડિયો