બે યુવતીઓને ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને અફીણનો પ્રચાર કરવો ભારે પડ્યો! બંનેની ધરપકડ
- પોલીસે બંને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બિકાનેર, 22 ઓગસ્ટ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અફીણ સાથે રીલ બનાવીને નશીલા પદાર્થોનો પ્રચાર કરવા બદલ પોલીસે કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીના ભાગરૂપે JNVC પોલીસે બે યુવતીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોની નોંધ લેતા જિલ્લા પોલીસ અધિક્ષક તેજસ્વની ગૌતમે અફીણનો પ્રચાર કરતી આ બે યુવતીઓ સામે કડક પગલાં ભર્યા છે. તેમના ઘરમાંથી 200 ગ્રામ ડોડા પણ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે બંને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. વ્યાસ કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી સુરેન્દ્ર પાચરના નેતૃત્વમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયો ડિલીટ કર્યો
આ બંને યુવતીઓ વીડિયોમાં અફીણનું સેવન કરતી જોવા મળે છે, જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જેને પગલે પોલિસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આ બંને યુવતીઓની ધરપકડ કરીને આ વીડિયો ડિલીટ કર્યો હતો.
આ પણ જૂઓ: પતિ પાસે 6 લાખ ખોરાકી માંગી, જજ થયા ગુસ્સે, મહિલાને આડે હાથ લીધી