ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ગાડીના હપ્તા ભરવા માટે ચોરી કરતા બે મિત્રો ઝડપાયા

  • સિનિયર સિટીઝનના મકાનમાં લાખો રૂપિયાની ચોરી કરી આરોપી ફરાર થયા
  • ચોરીનો મુદ્દામાલ વેચવા અમદાવાદ આવતા જ પોલીસના હાથે પકડાઈ
  • પોલીસે ઝડપેલા આરોપી અનિલ ઉર્ફે બાલો વાઘેલા અને સુરેશ ઉર્ફે સુકો મકવાણા

અમદાવાદમાં ગાડીના હપ્તા ભરવા માટે ચોરી કરતા બે મિત્રો ઝડપાયા છે. જેમાં ગાડીનાં હપ્તા ભરવા માટે મિત્ર સાથે મળી ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે. તેમાં સિનિયર સિટીઝનના મકાનમાં લાખો રૂપિયાની ચોરી કરી આરોપી ફરાર થયા હતા. જેમાં પોલીસે બાતમીના આધારે આરોપી ઝડપ્યા છે.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગણી સાથે ક્ષત્રિય સમાજની લડતમાં માટે રતનપર ખાતે મહા સંમેલન

પોલીસે ઝડપેલા આરોપી અનિલ ઉર્ફે બાલો વાઘેલા અને સુરેશ ઉર્ફે સુકો મકવાણા

અમદાવાદમાં પોલીસે ઝડપેલા આરોપી અનિલ ઉર્ફે બાલો વાઘેલા અને સુરેશ ઉર્ફે સુકો મકવાણા છે. આ આરોપીઓએ એક અઠવાડિયા પહેલાં બોપલ આંબલી રોડ પર નિવૃત્ત વૃદ્ધ દંપતીનાં બંગલામાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 6 લાખની ચોરી કરી હતી, જે મામલે સરખેજ પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ચોરીના મુદ્દામાલ સાથે જમાલપુર નજીક પસાર થઈ રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે બે આરોપીને ઝડપીને ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો: Loksabha election માટે ગુજરાતની 26 સીટ માટે અન્ય રાજ્યોના IAS-IPS ઓબ્ઝર્વર નિમાયા

ચોરીનો મુદ્દામાલ વેચવા અમદાવાદ આવતા જ પોલીસના હાથે પકડાઈ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અનિલ વાઘેલા અને સુરેશ મકવાણા મૂળ ધોળકાના રહેવાસી છે અને બન્ને મિત્રો છે. આરોપી સુરેશ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને ચોરી કરવાનો અનુભવ છે. આરોપીને રૂપિયાની જરૂર હતી તેમજ તેના મિત્ર અનિલ વાઘેલાએ નવી ઇકો ગાડી લોન પર લીધી હતી અને લોનના હપ્તા ભરવા માટે તેને પૈસાની જરૂર હતી. જેથી બન્નેએ અમદાવાદ ચોરી કરવાનું ષડયંત્ર રચ્યું હતું. ત્રીજી એપ્રિલના રોજ બપોરનાં સમયે બન્ને આરોપી ઇકો ગાડી લઈને ચોરી કરવા માટે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં આવ્યા હતા. બોપલ બ્રિજ નીચે ગાડી પાર્ક કરીને બન્ને આરોપી બ્રિજ નજીક રેકી કરી હતી. જે બાદ એક રાત્રે ઇકો ગાડીમા સૂઈ ગયા હતા અને બાદમાં મોડી રાત્રે બોપલ આંબલી રોડ પાસે એક બંગલા ટાર્ગેટ કર્યો હતો. જેમાં લોખંડના ખાતરીયા સાથે બંગલા પ્રવેશ કર્યો મુખ્ય દરવાજા લોક તોડીને સોના ચાંદી દાગીના અને રોકડની ચોરી કરી ઇકો ગાડીમાં નાસી છૂટયા હતા. એક અઠવાડિયા બાદ ચોરીનો મુદ્દામાલ વેચવા અમદાવાદ આવતા જ પોલીસના હાથે પકડાઈ ગયા.

Back to top button