ગુજરાતટોપ ન્યૂઝ

જામનગર-દેવભૂમિ દ્વારકાના બે ભેજાબાજો દ્વારા છેતરપિંડીનો નવતર કિમીયો અજમાવ્યો

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે ભેજાબાજો દ્વારા છેતરપિંડીનો નવતર કિમીયો અજમાવવામાં આવ્યો છે. જેમાં એક મકાન પર રૂપિયા 55 લાખનું ધિરાણ મેળવી લીધા પછી તે બેન્ક લોનની વિગત છુપાવીને મકાનના બીજા દસ્તાવેજ બનાવી નાખી છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ પણ વાંચો: અમદાવાદના વિવાદિત વોટર પાર્કને ફરી શરૂ કરવાનો કારસો રચાયો 

કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપિંડની ફરીયાદ નોંધાવી

જામનગરના વેપારી યુવાને લગભગ ત્રણેક વર્ષ પુર્વે એક મકાન ખરીદ કર્યું હતુ. જે મકાન પર તેને વેચનાર વ્યક્તિએ રૂ.55 લાખની બેન્ક લોન મેળવી હતી. જે બાબત છુપાવી રાખી બોજાવાળુ મકાન વેંચી નાખવા અંગે બે શખ્સો સામે પુર્વયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપિંડની ફરીયાદ નોંધાઇ છે. જેમાં શહેરના પાણાખાણ વિસ્તારમાં મયુરનગર પાસે પ્રજાપતિની વાડી નજીક રહેતા ભગવતસિંહ ઉમેદસિંહ જાડેજા નામના વેપારી યુવાને સીટીસી પોલીસ મથકમાં નિલેશ માધવજીભાઇ પરમાર અને ભાવેશ રામજીભાઇ સચદેવ(રે. નંદાણા) સામે પુર્વયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપિંડની ફરીયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: વડોદરામાં MS યુનિ.ના VC ફરી વિવાદમાં આવ્યા 

સીટી સી પોલીસે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી

બીજી તરફ આ ફરીયાદમાં જાહેર થયા મુજબ આરોપી નિલેશ અને ભાવેશએ પૂર્વયોજીત કાવતરૂ રચી નિલેશએ પોતાની માલિકીનુ મકાન તેના મિત્ર ભાવેશ સચદેવના નામે બેન્ક ઓફ બરોડામાં મોર્ગજ લોન રૂપે રૂ.55,10,107નુ ધિરાણ મેળવી લીધુ હતુ. જે લોન ભરપાઇ કર્યા વગર મકાનના દસ્તાવેજમાં બેન્ક લોનનો ઉલ્લેખ કર્યા વગર ગત તા.19/2/20ના રોજ નિલેશએ દસ્તાવેજ ભાવેશને કરી આપ્યો હતો. ત્યારબાદ આઠ જ દિવસમાં ભાવેશ સચદેવે મકાન દસ્તાવેજમાં બેન્ક લોન ઉલ્લેખ કર્યા વગર ભગવતસિંહને વેચાણ દસ્તાવેજથી આપી દિઘુ હતુ. આરોપીઓએ ભોગગ્રસ્તને મકાન વેચતા પુર્વે બેન્ક લોનના નાણા મેળવી લઇ ભરપાઇ ન કરવા પડે માટે કાવતરૂ રચી બેન્ક લોનની હકિકત છુપાવી વેચાણ દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. સીટી સી પોલીસે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 1 એપ્રિલથી સોનીઓ માત્ર HUID માર્ક સાથેના ગોલ્ડના દાગીના જ વેચી શકશે

અગાઉ પણ અન્ય લોકો સાથે છેતરપિંડીની કરી

જોકે આ તમામ બાબતે ફરિયાદી બાદ એવું સામે આવ્યું કે ભાવેશ અગાઉ પણ અન્ય લોકો સાથે છેતરપિંડીની કરી ચુક્યો છે, ત્યારે વેપારીએ કહે છે કે આ કાવતરામાં બેન્કના કોઈ કર્મી સાથે જોડાયેલા હશે તો જ મારી સાથે આ છેતરપિંડી શક્ય બને અને મારી એ માંગ છે કે મને મકાન અથવ પરત રૂપિયા મળી જાય તેવી તંત્ર પાસે આશા છે.

Back to top button