સ્પોર્ટસ

જાણો છો કે ‘ડિમ્પલ ગર્લ’ પ્રિટી ઝીંટા કયા બે ખેલાડીઓની ફેન છે?

Text To Speech

મે 7, મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અને પંજાબ કિંગ્સની માલિક પ્રિટી ઝીંટા હાલમાં સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે X ઉપર પોતાના ફેન્સને પ્રશ્નો પૂછવાની તક આપી હતી અને કેટલાક મજેદાર જવાબો પણ તેણે આપ્યા હતા. આ તમામ પ્રશ્નોમાંથી બે એકદમ ખાસ હતા અને તેના વિશે આજે મેં તમને જણાવી રહ્યા છીએ.

પ્રિટી ઝીંટાને એક વ્યક્તિએ પૂછ્યું હતું કે કિંગ્સ ઈલેવન પંજાબની તમારી ટીમમાંથી તમારા ઓલ ટાઈમ ફેવરીટ ક્રિકેટર્સ કયા કયા છે? આ પ્રશ્નનો જવાબ પ્રિટી ઝીંટાએ આપતા જણાવ્યું હતું કે તે વીરેન્દ્ર સહેવાગ અને આડમ ગીલક્રીસ્ટની બહુ મોટી ફેન છે.

પ્રિટી ઝીંટા એવું માને છે કે વીરેન્દ્ર સહેવાગ તેની ટીમના સહુથી ખતરનાક બેટ્સમેન રહ્યા છે. જ્યારે ‘ગીલી’ એક લીડર તરીકે ઘણા પ્રેરણાદાયક રહ્યા હતા.

વીરેન્દ્ર સહેવાગે પ્રિટી ઝીંટાની ટીમ માટે બે સિઝન રમી હતી. એ સમયે આ ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ હતું. આ બે સિઝનમાં સહેવાગે 30 મેચો રમી હતી અને તેમાં 660 રન બનાવ્યા હતા. 2014ની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સહેવાગે 122 રનની ઇનિંગ રમી હતી જે આજે પણ IPLની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સમાંથી એક ગણવામાં આવે છે.

જ્યારે આડમ ગીલક્રિસ્ટે પંજાબ વતી ત્રણ સિઝન રમી હતી અને તે ટીમના કેપ્ટન પણ રહ્યા હતા. ગીલીએ પંજાબ વતી 34 મેચો રમી હતી અને 849 રન્સ બનાવ્યા હતા. આ ત્રણ વર્ષમાં ગીલક્રિસ્ટે 1 સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી બનાવી હતી.

પ્રિટી ઝીંટાને બીજો રસપ્રદ સવાલ એક અન્ય ફેને પૂછ્યો હતો. આ ફેને ઝીંટાને પૂછ્યું હતું કે અત્યાર સુધી પંજાબની ટીમને લગતી તમને ગમતી પળ કઈ છે? તો તેના જવાબમાં પ્રિટી ઝીંટાએ કહ્યું હતું કે હજી સુધી એ પળ આવી નથી.

આ જવાબથી સાફ છે કે બોલિવુડ અભિનેત્રી કિંગ્સ ઈલેવન પંજાબની પહેલી IPL જીત માટે હજી પણ રાહ જોઈ રહી છે. અને જ્યારે પંજાબ IPL જીતશે ત્યારે જ તેને તેની યાદગાર પળ મળી જશે.

જો કે આ વર્ષે પણ કિંગ્સ ઈલેવન પંજાબનો દેખાવ ખાસ નથી રહ્યો અને તેની પ્લેઓફ્સમાં ક્વોલીફાય થવાની શક્યતાઓ દૂર દૂર સુધી દેખાતી નથી. પંજાબે ઘણી મેચો છેક છેલ્લી ઓવરોમાં ગુમાવી છે. આ ઉપરાંત કોઈ અકળ કારણોસર તેના મૂળ કેપ્ટન શિખર ધવનને શરૂઆતની મેચો  બાદ રમાડવામાં આવ્યો નથી.

Back to top button