2024માં કન્યા રાશિમાં લાગશે બે ગ્રહણઃ જાણો કઈ રાશિ માટે ગોલ્ડન ટાઈમ
- નવા વર્ષ 2024માં ચાર ગ્રહણ લાગશે, બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ
- 25 માર્ચના રોજ કન્યા રાશિમાં ઉપછાયા ચંદ્રગ્રહણ લાગશે, 8 એપ્રિલના રોજ મીન રાશિમાં પુર્ણ સૂર્યગ્રહણ
- 18 સપ્ટેમ્બરે મીન રાશિમાં આંશિક ચંદ્રગ્રહણ, 2 ઓક્ટોબરે કન્યા રાશિમાં લયાકાર સૂર્યગ્રહણ
નવા વર્ષમાં કન્યા રાશિમાં ચંદ્ર ગ્રહણ લાગશે, ત્યારબાદ ઓક્ટોબરમાં કન્યા રાશિમાં સુર્યગ્રહણ પણ લાગશે. આમ નવા વર્ષમાં કન્યા રાશિમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એમ બે ગ્રહણ લાગશે. મીન રાશિમાં પણ બે ગ્રહણ લાગી રહ્યા છે. નવા વર્ષની વાત કરીએ તો નવું વર્ષ ચાર ગ્રહણ લઈને આવી રહ્યું છે. 25 માર્ચના રોજ કન્યા રાશિમાં ઉપછાયા ચંદ્રગ્રહણ લાગશે. ત્યારબાદ 8 એપ્રિલના રોજ મીન રાશિમાં પુર્ણ સૂર્યગ્રહણ લાગશે.
ત્યારબાદ 18 સપ્ટેમ્બરે મીન રાશિમાં આંશિક ચંદ્રગ્રહણ લાગશે અને અંતમાં 2 ઓક્ટોબરે કન્યા રાશિમાં લયાકાર સુર્યગ્રહણ લાગવાની આશા છે. આ રીતે કન્યા અને મીન રાશિ માટે ગ્રહણના કારણે એવા પ્રભાવ થશે, જે પરિવર્તનશીલ હશે. આ ખગોળીય ઘટના ત્યારે ઘટી જ્યારે પૃથ્વી, ચંદ્રમાં અને સૂર્ય સીધી લીટીમાં આવે છે. આવી સ્થિતિમાં ચંદ્રમાં અને સૂર્યની ઉપસ્થિતિમાં અસ્થાઈ પરિવર્તન થાય છે.
જાણો કઈ રાશિને ફાયદો અને કોણે ચેતવા જેવું
કન્યા રાશિ અને મીન રાશિમાં વર્ષ 2024માં બે ગ્રહણ લાગી રહ્યા છે. આ પ્રકારે વર્ષ 2024ના ચારેય ગ્રહણ કન્યા અને મીન રાશિમાં લાગી રહ્યા છે. આવા સંજોગોમાં આ બંને રાશિઓ પર ગ્રહણનો પ્રભાવ પડશે. કન્યા અને મીન રાશિના લોકોએ ગ્રહણના ત્રણ મહિના સાવધાન રહેવું પડશે. ખાસ કરીને લાભની બાબતમાં આ ગ્રહણ કુંભ, કન્યા અને સિંહ રાશિ માટે શુભ સાબિત થશે. આ રાશિઓના કામ પાર પડશે અને પ્રોફિટ પણ થશે. વર્ષ 2024માં પહેલું સુર્ય ગ્રહણ 8 એપ્રિલના રોજ થશે. વર્ષ 2024નું આખરી સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે થશે. વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ 25 માર્ચના રોજ લાગશે. વર્ષ 2024નું આખરી ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 6.12 વાગ્યે લાગશે.
આ પણ વાંચોઃ પાર્લે-જી બિસ્કિટ ભી, ઔર બેગ ભી? રેપરમાંથી બનેલી આ બેગ હિટ છે