દ્વારકામાં ડ્રગ્સ ઘૂસાડનાર બે પેડલરો પોલીસના સકંજામાં, SOGએ મુંબઇમાં પાડ્યા હતા દરોડા
થોડા ઘણા મહિનાથી ગુજરાત જાણે ડ્રગ્સ માટે ગેટ વે બની રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં અવાર નવાર પેડલરો દ્વારા કોઈને કોઈ રીતે ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયત્નો કરવામા આવતા હોય છે. ખાસ કરીને રાજસ્થાન બોર્ડર અને ગુજરાતનાં દરિયા કિનારાનો પણ આ ડ્રગ્સની હેરફેરનાં કાળા કામમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દ્વારકામાં ડ્રગ્સ ઘૂસાડનાર બે ડ્રગ્સ પેડલર જુબેર મેમણ અને મોહસીન સાટી દ્વારકા SOGએ ઝડપી પાડ્યા છે.
દ્વારકા SOGએ આંતરરાજ્ય ડ્રગ્સ પેટલરોને ઝડપી પાડ્યા
મળતી માહીતિ મુજબ દ્વારકા SOGએ આંતરરાજ્ય ડ્રગ્સ પેટલરોને ઝડપી પાડ્યા છે. જેમણે અગાઉ દ્વારકામાં ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયત્ન કર્યો હતો. જાણકારી મુજબ દ્વારકા SOGએ અગાઉ જામનગરના એક કટલેરીના ધંધાર્થીને 17.65 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લીધો હતો. આ પ્રકરણમાં દ્વારકા SOGએ મુંબઈ ખાતેથી સપ્લાયરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ માટે SOG એ મુંબઇમાં દરોડા પાડ્યા હતા. અને ડ્રગ્સ પેડલર મોહસીન સાટીની ધરપકડ કરી હતી. આ સાથે SOG એ 17.650 ગ્રામ ડ્રગ્સ સાથે 1.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા SOG એ મુંબઈમાં પાડ્યા હતા દરોડા
થોડા સમય પૂર્વે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં જામનગર માર્ગ પર ગત તારીખ 27 મે ના રોજ જામનગરના એક કટલેરીના ધંધાર્થી મોહસીન સાટીને 17.65 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લેવામા આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ડ્રગ્સનો આ જથ્થો મુંબઈના માહીમ વિસ્તારમાં રહેતા જુબેર મોહમ્મદ ઉંમર નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી દ્વારકા SOGએ મુંબઈના માહીમ વિસ્તારમાં સ્ટાફ સાથે દોડી જઈ અને અને ફૂડ ડિલિવરીનું કામ કરતા જુબેર મેમણ નામના 38 વર્ષ શખ્સની પણ અટકાયત કરી લીધી હતી.
પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવ્યા
આ કેસમાં પોલીસે પ્રથમ ઝડપાયેલા જામનગરના કટલેરીના ધંધાર્થી મોહસીન સાટીને સોમવારે અહીંની અદાલતમાં રજૂ કરી, પાંચ દિવસના રિમાન્ડ પર લીધો છે. જ્યારે મુંબઈના જુબેર મેમણને પણ ગઈકાલે અહીંની અદાલતમાં રજૂ કરી, સાત દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે શુક્રવાર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો : સિંગતેલ અને કપાસિયા તેલ થયું સસ્તું, નવો ભાવ વાંચીને ડબ્બો લેવા દોડશો !