ડીસાના બે ડૉક્ટરોને ઓનલાઈન ટ્રેડિંગ કરવુ ભારે પડ્યું, 51.20 લાખ રૂપિયા ગુમાવ્યા
બનાસકાંઠા, 21 ફેબ્રુઆરી 2024, ડીસાના બે ડૉક્ટરોએ શેર બજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કરવા જતાં રૂ. 51.20 લાખ ગુમાવ્યા હતા. જેમાં એક તબીબને રૂપિયા 42.81 લાખના રોકાણ સામે રૂ. 1 કરોડનું પ્રોફિટ બતાવવામાં આવતાં બીજા તબીબે રૂપિયા 8.50 લાખનું રોકાણ કર્યુ હતુ. તેમણે પ્રોફિટ સાથે પરત માંગતાં સામેવાળાએ પૈસા પરત કર્યા નહોતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે પાલનપુર સાઈબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રોફિટ સાથેનું બેલેન્સ દેખાતા ટ્રેડિંગ શરૂ કર્યું
ડીસામાં ખાનગી હોસ્પિટલ ધરાવતાં ડો. હિરેનભાઈ કાળાભાઈ પટેલે 23 ડિસેમ્બર 2023ના રોજ એક વોટસએપ ગૃપમાં જોઈન થયા હતા. જે પછી બીજા વોટસએપ ગૃપમાં પણ જોઈન થયા હતા અને ચેટ શરૂ કરી હતી. અજાણ્યા શખ્સોએ તબક્કાવાર રૂ.42,70,000નું રોકાણ કરાવ્યું હતુ. સામે કંપનીનો પ્રોફિટ સાથેનું કુલ બેલેન્સ રૂ. 1,12,54,764 બતાવવામાં આવતું હતું. તબીબ મિત્ર ડીસાના બિમલભાઈ બારોટને વાત કરી હતી.
19 ફેબ્રુઆરીએ જમા નાણાં ઉપાડવાની પ્રક્રિયા કરી
જેમણે માત્ર બે દિવસમાં રૂપિયા 8,50,000નું ઓનલાઈન રોકાણ કર્યુ હતુ.રકમ ઉપાડવાની પ્રક્રિયા કરતાં જમા થયેલી રકમના પ્રોફેટના 30 ટકા પ્રમાણે રૂ. 18,31,129 જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતુ. જોકે, તેમણે રકમ ભરી ન હતી. 19 ફેબ્રુઆરીએ જમા નાણાં ઉપાડવાની પ્રક્રિયા કરી હતી. જેમાં નાણાં મળ્યા ન હતા. તબીબ હિરેનભાઈ પટેલે અજાણ્યા શખ્સો સામે સાઇબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃડીસામાં થયો વિચિત્ર અકસ્માત : રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસમાં ઘૂસ્યા, આઠને ગંભીર ઈજા,જુઓ વીડિયો