
- ઝાડી-ઝાંખરમાંથી દંપતિનો મૃતદેવ મળતા ચકચાર મચી
- બંનેના ગળાના ભાગે ઇજાના ચિન્હો જોતા ટૂંપો આપી હત્યા કરાઇની આશંકા
- પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરી
સુરતમાં 2 શંકાસ્પદ મૃતદેહ મળતા પોલીસ તંત્ર દોડતું થયુ છે. જેમાં ભરિમાતા ફૂલવારી વિસ્તારની ઘટનામાં બંનેની હત્યા કરી હોવાની આશંકા છે. તેમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી પકડાયેલા અલ-કાયદાના 4 આતંકીઓએ કર્યો ચોંકાવનારો ખુલાસો
ઝાડી-ઝાંખરમાંથી દંપતિનો મૃતદેવ મળતા ચકચાર મચી
સુરતના તાપી નદી કાંઠે ભરીમાતા પાળા પાસે ઝાડી-ઝાંખરમાંથી દંપતિનો મૃતદેવ મળતા ચકચાર મચી ગઇ હતી. બંનેના ગળાના ભાગે ઇજાના ચિન્હો જોતા ટૂંપો આપી હત્યા કરાઇ હોવાનું પોલીસને પ્રાથમિક અનુમાન છે. ડબલ મર્ડરની આ ઘટનામાં ચોકબજાર પોલીસની સાથોસાથ ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં લાગી છે.
આ પણ વાંચો: ગુજરાત પર પાણીનું સંકટ, જાણો 207 ડેમમાં કેટલો જથ્થો બચ્યો
શહેર હવે દિવસેને દિવસે ક્રાઇમ સીટી બનતુ જોવા મળી રહ્યું છે
સુરત શહેર હવે દિવસેને દિવસે ક્રાઇમ સીટી બનતુ જોવા મળી રહ્યું છે. સુરતમાં લૂંટ, ચોરી, હત્યા જેવી અનેક ઘટનાઓ વધુ થવા લાગી છે. તેવામાં ભરિમાતા ફૂલવારી વિસ્તારમાં 2 શંકાસ્પદ મૃતદેહ મળતા પોલીસ તંત્ર કામે લાગ્યું છે. મળતી માહિતી મુજબ સુરતના ભરીમાતા રોડ પર તાપી નદીના પાળા પાસે ઝાડી-ઝાંખરમાં રવિવારે સવારે 9 વાગ્યે એક મહિલાનો મૃતદેહ હોવાનો કોલ મળતા ચોકબજાર પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. મહિલાના શંકાસ્પદ મોતને પગલે ચોકબજાર પોલીસ પાળા પાસે તપાસ કરી રહી હતી, ત્યારે બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં એક પુરૂષની મૃતદેહ મળી આવી હતી. પુરૂષનો મૃતદેહ પાળાની ઝાડીમાંથી મળી આવ્યો હતો. બંનેના ગળાના ભાગે ઇજાના ચિન્હો મળતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂ લાવવાનો બુટલેગરે નવો આઇડિયા અપનાવ્યો તોય પકડાયો
ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરી
2 મૃતદેહ મળ્યાને પગલે ચોકબજાર પીઆઇ મનોજ ઔસુરા, એસીપી આર.આર.આહિર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી યુવકનો મોબાઇલ મળી આવ્યો હતો. જે મોબાઇલના આધારે તપાસ કરતા મોડી સાંજે બંને મૃતકોની ઓળખ શક્ય બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવકનું નામ કૌશિક તોફાનભાઇ રાવત (ઉ.વ.21) અને યુવતીનું નામ કલ્પના (ઉ.વ.20) હોવાનું સામે આવ્યું છે. બંને પતિ-પત્ની છે અને દોઢ વર્ષ પહેલાં તેઓના લગ્ન થયા હતા. રાવત દંપતિ મુળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માલવાસી ગામના વતની હતા અને સુરતમાં પાલનપુર ગામે ઝઘડિયા સર્કલ નજીક ભોલેનાથ દાલબાટી હોટલ પાસે આવેલા મકાનમાં રહેતા હતા.