Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

બે દિવસ છે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગઃ ખરીદી અને રોકાણ માટે શુભ

  • જ્યોતિષમાં 27 નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી કાયમી સમૃદ્ધિ પ્રદાન કરે છે

દિવાળીના એક અઠવાડિયા પહેલાં એટલે કે શનિવાર 4 નવેમ્બર અને રવિવાર 5 નવેમ્બરે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. દુર્લભ એટલે કેમ કે બંને દિવસે થઇને 8 શુભ યોગ છે. શનિ અને રવિપુષ્ય સાથે અષ્ટ મહાયોગનો આવો દુર્લભ સંયોગ છેલ્લા 400 વર્ષમાં કદી બન્યો નથી. દિવાળી પહેલાં શુભ કાર્યો શરૂ કરવા માટે આ બે દિવસ ખૂબ જ શુભ અને મહત્ત્વપૂર્ણ રહેશે.

ખરીદી અને રોકાણ માટે શુભ દિવસ

આવું 400 વર્ષ બાદ થઈ રહ્યું છે. 4 નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે શંખ, લક્ષ્મી, શશ, હર્ષ, સરલ, સાધ્ય, મિત્ર અને ગજકેસરી યોગ રહેશે. આ શુભ યોગોની સાથે પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ પોતાની જ રાશિમાં રહેશે. આ શુભ સંયોગો દરમિયાન કરેલી ખરીદી અને પ્રોપર્ટીમાં રોકાણ લાંબા ગાળાના લાભ આપશે.

બે દિવસ છે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગઃ ખરીદી અને રોકાણ માટે શુભ hum dekhenge news

શનિવારે સવારે 8 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે, જે રવિવારે સવારે 10 વાગ્યા સુધી રહેશે. શનિ અને રવિ પુષ્યના બે મહામુહૂર્તો દરમિયાન કરવામાં આવેલાં કાર્ય લાભદાયક રહેશે. આ બંને દિવસોમાં, રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી, નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાથી, વાહનો, જ્વેલરી, કપડાં અને અન્ય વસ્તુઓ ખરીદવાથી તમને અક્ષય લાભ મળશે. ઘરગથ્થુ અને ઓફિસ ઉપયોગ માટેની વસ્તુઓ ખરીદવી પણ શુભ રહેશે.

ખરીદીનું મહામુહૂર્ત

દિવાળીની ખરીદી શુભ મુહૂર્તથી શરૂ થાય છે. તેમાં પણ પુષ્ય નક્ષત્રને વિશેષ માનવામાં આવે છે. આ દિવસે દિવાળી પહેલા એટલે કે 4 અને 5 નવેમ્બરે એમ બે દિવસ આ સંયોગ છે. આ બે દિવસમાં કોઇ પણ નવા કામની શરૂઆત કરી શકાય છે. ભારતીય જ્યોતિષમાં 27 નક્ષત્રોનું વિશેષ મહત્ત્વ છે. પુષ્યને 27 નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી કાયમી સમૃદ્ધિ પ્રદાન કરે છે.

બે દિવસ છે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગઃ ખરીદી અને રોકાણ માટે શુભ hum dekhenge news

 

પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ એક એવું નક્ષત્ર છે કે જો તેમાં જમીન અને મકાનના રૂપમાં સંપત્તિની ખરીદી કરવામાં આવે તો તે કાયમી સુખ આપે છે. નવો ધંધો શરૂ કરવાથી ધીમે ધીમે પ્રગતિ થાય છે. આ દિવસે ખાતાવહી, ધાર્મિક પુસ્તકો, સોના, ચાંદી, તાંબા, સ્ફટિક વગેરેથી બનેલી મૂર્તિઓ, સાધનો, સિક્કા વગેરે ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. નવી પ્રોપર્ટી ખરીદવી અથવા ફ્લેટ બુક કરાવવો ફાયદાકારક રહેશે. આ ઉપરાંત નવાં કાર્યોની શરૂઆત કરવામાં પણ સફળતા મળશે.

આ પણ વાંચોઃ દિવાળીમાં મીઠાઇ ખાઇને પણ વજન કન્ટ્રોલમાં રાખવું છે? તે પણ શક્ય છે!

Back to top button