બેંક યુનિયનોની બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ મોકૂફ
બેંક કર્મચારીઓ 30 અને 31 જાન્યુઆરીએ હડતાલ પર ઉતરવાના હોવાથી બેંકો બંધ રહેવાની હતી. જેના કારણે ખાતા ધારકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે મહિનાનો ચોથો શનિવાર હોવાથી આજે બેંક બંધ રહેશે જ્યારે આવતી કાલે રવિરવારની પણ રજા હોવાથી બે દિવસ સુધી બેંકો બંધ રહેશે જ્યારે બેંક કર્મચારીઓ પણ 31મી જાન્યુઆરી સુધી હડતાલ પર ઉતરવાના હોવાની જાહેરાત કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે હાલ ખાતા ધારકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. બેંક કર્મચારીઓની બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ મુલતવી રાખવામાં આવી છે.
બે દિવસીય રાષ્ટ્ર વ્યાપી હડતાલ મુલતવી રખાઈ
ઉલ્લેખવનીય છે કે યુએફબીયુ, ઘણા બેંક યુનિયનોના જૂથે અગાઉ તેમની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર જવાનું નક્કી કર્યું હતું. બેંક યુનિયને બે દિવસીય હડતાલની જાહેરાત કરી હતી. પરંતું યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ મુંબઈમાં યોજાયેલી સમાધાનની બેઠકમાં થયેલા કરારને પગલે આ બે દિવસીય રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલ મુલતવી રાખવામાં આવી છે. બેંક કર્મચારીઓની માગણી અંગે ચર્ચા વિચારણા કરીને સમાધાન શોધવાના પ્રયાસ કરવાની તૈયારી દર્શાવતા બેંક યુનિયનો દ્વારા હડતાલને પાછી ઠેલવામાં આવી છે.
AIBEAના ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરીએ આપી માહિતી
ઈન્ડિયન બેંક્સ એસોસિએશને માહિતી આપી છે કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) સંલગ્ન એસોસિએશનો એટલે કે AIBEA, AIBOC, NCBE, AIBOA વગેરેએ હડતાળની નોટિસ જારી કરી હતી. જેમાં બેંકે હડતાળ પર જવાની જાહેરાત કરી કરી હતી. આ અંગે બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટચલમે જણાવ્યુ હતુ કે , ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) 31 જાન્યુઆરીએ યુનિયનો સાથે બેઠક યોજવા માટે સંમત થયા છે. ગઈ કાલે મળેલી સમાધાનની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 31 જાન્યુઆરીએ પાંચ દિવસીય બેંકિંગ, પેન્શન અપડેટ અને જૂની પેન્શન સ્કીમને પુનઃસ્થાપિત કરવાના ત્રણ સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જ્યારે અન્ય મુદ્દાઓ પર સંબંધિત સત્તાવાળાઓ અને મજૂર સંગઠનો સાથે અલગથી ચર્ચા કરવામાં આવશે. અને આ મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદ-મુંબઈ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર અને બસ અથડાતા બે ના ઘટના સ્થળે મોત