
- ઘરફોડ ચોરી કરતા બે આરોપી ઝડપાયા
દિવસેને દિવસે ચોરીના કેસ વધી રહ્યા છે. એવામાં હમણાં જ નવરંગ પુરા વિસ્તારના રાવપુર સોસાયટીના એક બંદ મકાનમાં પ્રવેશ મેળવી ઇસમો દ્વારા મકાનમાંથી ચાંદીના વાસણોની ચોરી થયાનો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. જેના ગણતરીના દિવસોમાં જ ધરફોડ ચોરી કરતા રેઢા ગુનેગારોને એલ.સી.બી. ઝોન-1 ના પોલીસ કર્મીઓ દ્વારા પેટ્રોલીગ કરતી વખતે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ઘરફોડ કરનાર ગુનેગાર બંધ મકાનમાં પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે કપડુ તથા ટોપી પહેરીને ચોરી કર્યાના CCTV મળ્યા હતા. પરંતુ મોઠું બાંધેલું હોવાથી કોઈ ઓળખ થઈ ન હતી. ત્યાર બાદ પરીવાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઈસમોની શોધ ખોળ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટાફ દ્વારા શરુ કરાઈ હતી.
ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ કરતાં પકડાયા આરોપી
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ઘરફોડ ચોરી કરતા બે ગુનેગારો ઝડપાયા#gujaratpolice #harshsanghvi #gujaratuni #university #theft #Police #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/4D31ZHQuAa
— Hum Dekhenge News (@humdekhengenews) June 24, 2023
શોધ-ખોળ દરમિયાન એલ.સી.બી. ઝોન-1 ના પોલીસ સ્ટાફ દ્વારા ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ કરતાં ચોરી કરેલ ઈસમોની માહિતી મળી આવતાં ઝોન 1 ના પોલીસ સ્ટાફ દ્વારા બે આરોપીઓને મુદ્દા માલ સાથે જે ચાંદીના વાસણો ચોરી કર્યા હતા તેની સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપી નામે 1. ધર્મેશ ઉર્ફે ચંદ્રકાંતભાઈ ભાઈલાલભાઈ પ્રજાપતી તથા 2. વિજય/ કિશોરભાઈ વરુભાઈ દંતાણીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
ચાર લાખથી વધારેનો મુદ્દામાલ મળી આવ્યો
જે આરોપીઓ પકડાયા તેમના જોડેથી સિલ્વર ધાતુની થાળી નંગ- 06 તથા વાટકીઓ નંગ- 06 તથા વાટકા નંગ- 04 તથા ચમચી નંગ- 10 તથા સિલ્વર ધાતુનો મુખવાસનો ડબ્બો નંગ- 01 તથા સિલ્વર ધાતુના નાના મોટા ગ્લાસ નંગ- 03 મળીને કુલ રુપિયા 4,03,531/ નો મુદામાલ કબજે કર્યા હતો.
જે આરોપીઓ પકડાયા તેઓના અનેક ગુનાહિત ઈતીહાસ સામે આવ્યા હતા.
આરોપી ધર્મેશ ઉર્ફે જુગો પ્રજાપતી અગાઉ બે વખત ગુનામાં પકડાયેલ છે. 1. મણીનગર પોલીસ સ્ટેશન 2. નારણપુરા પોલીસ સ્ટેશનમાં તેના નામે ગુનો નોંધાયેલ છે. આરોપી વિજય દંતાણી અગાઉ અનેક વાર ગુનાઓમાં પકડાયેલ છે. અલગ-અલગ 11 પોલીસ સ્ટેશનોમાં વિજય દંતાણીનો ગુનાહિત ઇતીહાસ છે. 1. ઘાટલોડીયા પોલીસ સ્ટેશન, 2. આનંદનગર પોલીસ સ્ટેશન, 3. નવરંગપુરા પોલીસ સ્ટેશન, 4. પાલડી પોલીસ સ્ટેશન, 5. વાડજ પોલીસ સ્ટેશન, 6. સાબરમતી પોલીસ સ્ટેશન, 7. વાસણ પોલીસ સ્ટેશન, 8. વાસણા પોલીસ સ્ટેશન, 9. વાડજ પોલીસ સ્ટેશન, 10. આનંદનગર પોલીસ સ્ટેશન, 11. નારણપુરા પોલીસ સ્ટેશન આમ આરોપી વિજય દંતાણી અનેક ગુનામાં પકડાયેલ છે. જેના આ 11 પોલીસ સ્ટેશને ગુનાઓ નોંધાયેલ છે.
આ પણ વાંચો: મણિપુર હિંસા પર આજે સર્વપક્ષીય બેઠક યોજાશે, ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષ સાથે કરશે વાત