ડીસામાં ચોરીના માલ સામાન સાથે બે ઝડપાયા, 46,500નો મુદ્દામાલ જપ્ત


ડીસા, 12 જુલાઈ 2024 શહેર દક્ષિણ પોલીસે તાજેતરમાં થયેલી ચોરીમાં બે આરોપીઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી સોનાની ચેન,રોકડ રકમ, ગેસનો બાટલો, સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી અને ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે.બી. દેસાઈની સુચના અનુસાર પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુનાઓ શોધવાની કામગીરીમાં હતા.
પોલીસે બંનેની અટકાયત કરી જેલ હવાલે કર્યા
તાજેતરમાં એક રહેણાંકના મકાનમાં થયેલી ચોરીની ફરિયાદ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સર્વેન્સ તથા હ્યુમન રિસોર્સની મદદથી પોલીસે ચોરી કરનાર નિકુલકુમાર બાબુલાલ ઠક્કર અને મોહિત ઉર્ફે ભોલે ભગવાનભાઈ માજીરાણાની અટકાયત કરી હતી. પોલીસે બંને પાસેથી અઢી ગ્રામ સોનાની ચેનનો ટુકડો કિંમત 17,000 તેમજ 10 હજાર રોકડા, ત્રણ મોબાઈલ, ગેસનો બાટલો સહિત રૂપિયા 46,500 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.પોલીસે બંનેની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા : પાલનપુરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાંથી તસ્કરો રૂ. ૪૦ હજારના વાસણો ચોરી ગયા