ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા નજીક રસાણા પાસે કેનાલમાં બે પશુઓ પડતા મૃત્યુ

Text To Speech
  • ફાયર ફાઈટરની રેસ્ક્યૂ ટીમે પહોંચી મૃત પશુઓને બહાર નીકાળ્યા

પાલનપુર : ડીસા-પાલનપુર હાઈવે પરથી પસાર થતી રસાણા કેનાલમાં બે પશુઓ પડતા મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવે છે. બનાવ અંગે સ્થાનિક લોકોએ ડીસા નાયબ કલેક્ટર અને સિંચાઇ વિભાગની જાણ કરતા ફાયર ફાઇટરની રેસ્ક્યૂ ટીમે પહોંચી મૃત પશુઓને બહાર નીકાળ્યા હતા.

દાંતીવાડા જળાશય યોજનાની મુખ્ય કેનાલ બનાસકાંઠાથી પાટણ સુધી જાય છે. જે કેનાલમાં અત્યારે પાણી છોડી પાટણ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. તે દરમિયાન આજે રસાણા પાસેથી પસાર થતી આ કેનાલમાં બે પશુઓ પડી ગયા હતા. ચાલુ કેનાલમાં બે પશુઓ પડી જતા પાણીમાં ડૂબી જતા બંને પશુઓના મૃત્યુ નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ આજુબાજુના ખેડૂતો અને લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

કેનાલમાં પડતા બે પશુઓના મૃત્યુ થયા હોવાને પગલે આવેલા સ્થાનિક લોકોએ તરત જ ડીસાના કલેક્ટર અને સિંચાઇ વિભાગને જાણ કરી હતી. તેમજ બંને મૃત પશુઓને બહાર નીકળવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ કેનલામાં ધસમસતો પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે સ્થાનિક લોકો પશુઓને બહાર નીકાળી શક્યા નહોતા. ત્યાર બાદ નગરપાલિકાની ફાયર ફાઇટરની રેસક્યૂ ટીમે પહોંચી પશુઓને બહાર નીકાળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાંતીવાડા જળાશય યોજનાની આ મુખ્ય કેનાલ પર પ્રોટેક્શન દિવાલ ન હોવાના કારણે અવારનવાર પશુઓ પડી જવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે સ્થાનિક લોકોએ આ નહેર પર ભયજનક જગ્યાએ પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી હતી.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા-પાટણ હાઈવે પર કાર ડીવાઈડર સાથે ટકરાતા અકસ્માત

Back to top button