ગુજરાત

જામનગરમાંથી ઝડપાયા બે બોગસ પત્રકાર, યુગલોનો વીડિયો બનાવી તોડ કરતા

Text To Speech
જામનગરમાંથી બે બોગસ પત્રકારો ઝડપાયા છે. જેઓ એકાંતમાં બેઠેલા યુગલોનો વીડિયો બનાવતા અને તે વાયરલ કરવાની ધમકી આપી તેમની પાસેથી તોડ કરતા હતા.
લાખાબાવળ પાસે એક યુગલનો વીડિયો બનાવી દોઢ લાખ માંગ્યા હતા
મળતી માહિતી મુજબ, ગત અઠવાડિયે જામનગરની ભાગોળે લાખાબાવળ પાસે આવેલા એક તળાવ નજીક યુગલ બેઠું હતું. જેઓ પાસે બે વ્યક્તિઓ ગયા હતા અને પોતે પત્રકાર હોવાનું કહી તેઓનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂ.દોઢ લાખની માંગણી કરી હતી અને રૂ.20 હજાર પડાવી લીધા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાવી ફરીયાદ
બાદમાં આ યુગલ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યું હતું અને ત્યાં આ અંગે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી હતી.
લાલપુર બાયપાસ પાસે બોગસ પત્રકારો હોવાની માહિતી મળતા જ ઝડપી લેવાયા
આ અંગે ફરીયાદ નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બંને શખ્સોને પકડવા વોચમાં હતા ત્યારે માહિતી મળી હતી કે આ બંને શખ્સો હાલમાં લાલપુર બાયપાસ પાસે સ્કુટરમાં નીકળી શિકાર ગોતવાની ફિરાકમાં છે. જેથી પોલીસે તેઓને ઝડપી લીધા હતા. પુછપરછમાં બંનેએ પોતાના નામ પ્રવીણ કરશન પરમાર અને પ્રકાશ ચાવડા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ડમી પ્રેસકાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
બોગસ પત્રકારોને ઝડપી લીધા બાદ તેઓની પુછપરછ કરતા બંને પાસેથી 1 ટેબલેટ , 3 મોબાઇલ, 1 પેન ડ્રાઈવ , 2 એક્સ્ટ્રા સીમકાર્ડ , 2 મેમરી કાર્ડ , 3 ડેબિટ કાર્ડ, 4 અલગ અલગ ઓળખ કાર્ડ, અને આંબેડકર દર્પણ લખેલ માઈક 1 તથા જ્યુપિટર વાહન અને રૂપિયા 1930 રોકડ કબજે કરવામાં આવ્યા છે.
Back to top button