ગુજરાત

સુરતમાં આઈસર ટેમ્પામાં દારૂની હેરાફેરી કરી રહેલા બેની ધરપકડ; બે ફરાર, 17 લાખનો મત્તા જપ્ત કર્યો

Text To Speech

સુરતઃ ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક લોકો આઈસર ટેમ્પામાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે આધારે પોલીસે કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે વોચ ગોઠવી આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા 12 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જપ્ત કરાયેલો દારૂનો જથ્થો

હાલ આ મામલે પોલીસે કામરેજ ખાતે રહેતા ટેમ્પાના ડ્રાઈવર મહેશ ઘનશ્યામભાઈ મહેતા અને ક્લીનર ચંદન ગુલાબ ગૌતમની ધરપકડ કરી હતી. પોલીસે ૫ લાખની કિમતનો ટેમ્પો, દારૂ મળી કુલ 17 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો જીતું માલિયો નામના શખસે મંગાવ્યો હતો અને વીરેન્દ્ર ઉર્ફે રાજુ પંડિત ઉમા પ્રસાદ મિશ્રાએ મોકલ્યો હતો. જેથી પોલીસે દારૂ મંગાવનાર અને મોકલનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ઝડપાયેલો આરોપી મહેશ ઘનશ્યામ મહેતા અને ચંદન ગુલાબ ગૌતમ અગાઉ નવસારી રૂરલ પોલીસ મથકમાં પણ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચુક્યા છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button