ગુજરાત

પાલનપુરમાં કારના શો રૂમમાં રૂ.65 લાખની થયેલી ચોરીના બે આરોપી ઝડપાયા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં સતત ચોરીઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો હતો. તેને લઈ સ્થાનિક લોકો અને દુકાનદારો હેરાન પરેશાન થયા હતા. જેમાં અજાણ્યા તસ્કરોએ ત્રણ જૂનની રાત્રે પાલનપુર હાઇવે પર આવેલા કાર ના શો રૂમમાં રૂ.65 લાખની ચોરી કરી હતી . આ ચોરીની ઘટનાની જાણ સવારે શોરૂમના માલિકને થતાં તેઓ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ રૂમમાં તપાસ કરતા લાખો રૂપિયાની ચોરી કરી અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયાની જાણ થઈ હતી. આ સમગ્ર ઘટના બાબતે શોરૂમમાં લગાવેલા સીસીટીવીમાં અજાણ્યા તસ્કરો જે થઈ ગયા હતા જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ ચોરીની ઘટનાને લઇ સમગ્ર પાલનપુર પંથકમાં ચકચાર પામી હતી.

લાખોની ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપી પોલીસમાં સકંજામાં
પાલનપુર માં આવેલ શોરૂમમાં થયેલી લાખો રૂપિયાની ચોરીની ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. લાખો ની ચોરી કરનાર આ ચોરોને પકડવા માટે જિલ્લા પોલીસ વડા એ પોલીસની ત્રણ ટીમો બનાવી હતી . પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સરવેલન્સને લઈ ચોરીના નાં મૂળ સુધી પહોંચી હતી.. જેમાં પોલીસે મધ્યપ્રદેશથી 2 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપી હજુ ફરાર છે.

આરોપીઓ પાસેથી રૂ. 22 લાખની રોકડ, સોના-ચાંદીના દાગીના પોલીસે જપ્ત કર્યા

આરોપીઓની કેવી હતી મોડેસ ઓપરેન્ડી
આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ પ્રમાણે હતી કે, આરોપીઓ ટ્રાન્સપોર્ટની ટ્રકમાં ડ્રાઇવર અને કંડકટર તરીકે કામ કરી અલગ- અલગ રાજ્યમાં ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કરી આસપાસના શહેરોમાં શો રૂમોને મોબાઇલ મેપમાં સર્ચ કરી ચોરીનો ટાર્ગેટ કરતા. ત્રણ જૂને આ ચાર આરોપીઓએ પાલનપુરમાં ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કર્યો હતો. અને મોબાઈલમાં શો રૂમ સર્ચ કરી પાલનપુર હાઇવે પર આવેલ કાર ના શો રૂમમાં પાછળની દીવાલ કૂદી સાથે લાવેલ સાધનોથી શો રૂમનું તાળું કાપી અને તિજોરીમાં પડેલા રૂ. 65 લાખ રોકડ ની ચોરી કરી ફરાર થયા હતા.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બે આરોપી ઝડપાયા
આ સમગ્ર ચોરીની ઘટનામાં પોલીસની અલગ-અલગ ત્રણ ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી મધ્ય પ્રદેશનાં હોવાનું સામે આવ્યું હતું .ત્યારે પોલીસે મધ્ય પ્રદેશ જઇ આરોપીઓને ઝડપી પાડયા હતા.તેમજ તેમની પાસેથી પોલીસે રૂ. 22 લાખ રોકડા જપ્ત કર્યા હતા જ્યારે બાકી રકમના આરોપીઓએ સોના-ચાંદીના દાગીના બનાવી લીધા હતા. ત્યારે પોલીસે સોના- ચાંદીના દાગીના પણ આરોપીઓ પાસેથી કબ્જે કર્યા હતા. આ આરોપીઓ અગાઉ પણ ત્રણ ચોરીના ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું હતું. અત્યારે તો પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી બાકી 2 ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

Back to top button