ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં AMCની ટીમ પર હિચકારા હુમલામાં બે આરોપીઓની ધરપકડ

  • ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ કાર્યવાહી કરાઇ
  • રાત્રિ ડ્રાઈવ દરમિયાન આ ઘટના બની હતી
  • AMC ની ટીમ પર પથ્થરમારો થયો હતો

અમદાવાદમાં AMCની ટીમ પર હિચકારા હુમલામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં AMC ની ટીમ પર પથ્થરમારો થયો હતો. જેમાં ગઇકાલે એક જ દિવસમાં હુમલાની ત્રીજી ઘટના સામે આવી હતી. રાત્રિ ડ્રાઈવ દરમિયાન આ ઘટના બની હતી. તેમાં લોકોએ અધિકારીઓને દોડાવ્યા હતા. દબાણ દૂર કરતા સમયે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. તથા હુમલામાં મધ્યઝોનના ડે.મ્યુ.કમિશનર રમ્ય ભટ્ટને ઇજા થઈ હતી. માથાના ભાગે ગંભીર ઇજા થતાં SVPમાં રમ્ય ભટ્ટ એડમિટ છે.

આ પણ વાંચો: ગુજરાત: મુસાફરીમાં અજાણ્યો માણસ બિસ્કિટ આપે તો રહેજો સાવધાન 

ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ કાર્યવાહી કરાઇ

મહત્વનું છે કે આ કાર્યવાહી તાજેતરમાં આવેલા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ થોડા દિવસ પહેલા રખડતા ઢોરના ત્રાસ અને તેનાથી થતા રાહદારીઓને ઈજા અને મોત મામલે ગુજરાત હાઈકોર્ટે આ મામલે આકરી નોંધ લીધી હતી અને સરકાર તેમજ તંત્રને આ મામલે યોગ્ય અમલ કરી તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે તંત્રને આ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ કાયદા અને તેનો અમલ માત્ર કાગળ પર જ રહી જવા ન પામે.

આ પણ વાંચો: અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટો માટે પ્રેમ રાખનારા AMCના અધિકારીઓ ભરાશે 

કોર્ટની ટકોર બાદ સરકારે પણ બાંહેધરી આપી હતી

આ મામલે કોર્ટની ટકોર બાદ સરકારે પણ બાંહેધરી આપી હતી કે તે આ મામલે પૂરતું સંજ્ઞાન લઈ તેનો અમલ કરશે ઉપરાંત રખડતા ઢોરના માલિકોની સામે જો જવાબદાર હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વનું છે કે હાઈકોર્ટની આ ટકોર બાદ જ મનપાની ટીમ કાર્યવાહી કરવા માટે ગઈ હતી જેમાં આ ઘટના બનવા પામી હતી. અમદાવાદ મનપાની ટીમ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટના રાત્રિ ડ્રાઈવ દરમિયાન થઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે એક જ દિવસમાં અમદાવાદ મનપાની ટીમ પર હુમલાની સતત ત્રીજી ઘટના નોંધાઈ છે. આ ઘટનાની માહિતી પ્રમાણે દક્ષિણ ઝોનની પશુ વિભાગ નિયંત્રણ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. CNCD ટીમ પર બે અને દબાણ ખાતા પર એક હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ ઘટનામાં મનપા અધિકારીઓને લોકોના ટોળાએ દોડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMCની ઈવેન્ટમાં ડેકોરેશનના કામમાં મોનોપોલી ધરાવતા ગાંધી કોર્પોરેશનના ઈજારાનો અંત 

દબાણ હટાવાને લઇ અનેક ડ્રાઇવ હાથ ધરવામાં આવી

અમદાવાદ શહેરમાં દબાણ હટાવાને લઇ અનેક ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. રાત્રિ ડ્રાઇવ દરમિયાન AMCની ટીમ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જૂથ દ્વારા AMCની ટીમને ઘેરાબંધી કરીને છૂટાહાથે પથ્થરમારો ચલાવ્યો હતો. જોકે શહેરમાં દબાણ હટાવાને લઇ હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Back to top button