આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કોંગ્રેસ નેતા પવન ખેડા વચ્ચે ટ્વિટર વોર, જાણો શું છે મામલો
- આરોગ્ય સેવાઓને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર શરૂ
- પવન ખેડાએ ગુજરાતની આરોગ્ય સેવાઓને લઈને ભાજપ પર કર્યા હતા પ્રહાર
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પવનખેડાના પ્રહારનો આપ્યો વળતો જવાબ
ગુજરાત મોડેલને લઈને રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં ગુજરાત મોડેલને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. અને ગુજરાતના વિકાસ અને સુવિધાઓ વિશે અન્ય રાજ્યોમાં પ્રચાર પ્રસાર પણ કરવામાં આવી રહ્યો છે. કર્ણાટકમાં પણ ગુજરાત મોડેલના નારા અને સુત્રોનો ઉપયોગ કરવામા આવી રહ્યોછે. ત્યારે આ વચ્ચે ગુજરાત મોડેલને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટ્વિટર વોર શરુ થયું છે. ગુજરાતની આરોગ્ય સેવાઓને લઈને પવન ખેડાએ કરેલા ટ્વીટનો આજે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે.
ઋષિકેશ પટેલ અને પવન ખેડા વચ્ચે ટ્વિટર વોર
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતની આરોગ્ય સેવાઓને લઈને પવન ખેડાએ કરેલા ટ્વીટનો જવાબ આપ્યો છે.કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ગુજરાત અને રાજસ્થાન મોડેલને લઈને ટ્વિટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા ત્યારે તેના જવાબમાં આજે ઋષિકેશ પેટેલે ટ્વિટ કર્યું છે. અને કહ્યું હતું કે, રાજસ્થાનમાં આરોગ્ય સેવાઓ સારી હોત તો ત્યાંના નાગરીકો અમદાવાદ સારવાર માટે આવતા ના હોત.
यदि राजस्थान की आरोग्य सेवाएं अच्छी होती तो, पिछले 3 वर्षों में 1,99,000 से अधिक मरीजों को अहमदाबाद मेडिसिटी की सेवाएं नहीं लेनी पड़ती।
यह आंकड़ा तो राज्य के मात्र एक मेडिसिटी का है,जरा सोचिए पूरे आंकडे कितने होंगे।
गुजरात सरकार यह सेवाएं देकर सैभाग्यशाली है, आगे भी देती रहेगी। https://t.co/3N2tUrlZyW
— Rushikesh Patel (@Rushikeshmla) April 8, 2023
ઋષિકેશ પટેલે આપ્યો વળતો જવાબ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પવન ખેડાના ટ્વાટને રીટ્વિટ કરીને લખ્યું છે કે જો રાજસ્થાનની આરોગ્ય સેવાઓ સારી હોત તો છેલ્લા 3 વર્ષમાં 1,99,000 થી વધુ દર્દીઓએ અમદાવાદ મેડિસિટીની સેવાઓ લેવી ન પડી હોત.આ આંકડો રાજ્યની માત્ર એક સરકારી હોસ્પિટલનો છે, જરા વિચારો આ આંકડો કેટલો હશે.ગુજરાત સરકાર આ સેવાઓ પ્રદાન કરવા માટે ભાગ્યશાળી છે, તે ભવિષ્યમાં પણ તે પ્રદાન કરતી રહેશે.
बेचैनियों में अक्सर बोल देते हैं,
वो अपनी हताशा का हाल….!!महज तुम इसे दर्द ना समझ लेना,
हकीकत को समझना भी जरूरी है!!#CongressFiles pic.twitter.com/Bj0Hwmsmd5— Rushikesh Patel (@Rushikeshmla) April 7, 2023
ઋષિકેશ પટેલે શાયરાના અંદાજમા કર્યો પ્રહાર
આ સાથે ઋષિકેશ પટેલે બીજું ટ્વિટ કરી કોંગ્રેસ ફાઈલના હેશટેગ સાથે વીડિયો શેર કર્યો હતો. અને શાયરાના અંદાજમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. તેમણે લખ્યું કે बेचैनियों में अक्सर बोल देते हैं, वो अपनी हताशा का हाल….!! महज तुम इसे दर्द ना समझ लेना, हकीकत को समझना भी जरूरी है!!
આ પણ વાંચો : વડોદરા : બે સગી બહેનોના મૃતદેહ નર્મદા નદીમાંથી મળ્યા