ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

Twitter યુઝર્સ હવે કરી શકશે કમાણી, Elon Muskની મોટી જાહેરાત

Text To Speech

ઈલોન મસ્કે ટ્વિટર યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. Musk-Content Creators જો તમે ટ્વિટરના વેરિફાઈડ કન્ટેન્ટ ક્રિએટર્સ છો તો ટૂંક સમયમાં તમને તેના પૈસા મળી જશે. એલોન મસ્કે કહ્યું કે ટૂંક સમયમાં જ કન્ટેન્ટ સર્જકોના જવાબમાં દેખાતી જાહેરાતોને ચૂકવણી કરવામાં આવશે. તેણે ટ્વીટ કરીને આની જાણકારી આપી હતી.

ક્યારે કરાશે ચુકવણી?
એલોન મસ્કએ ટ્વીટ કર્યું કે X/Twitter સર્જકોની સામગ્રીના જવાબોમાં બતાવવામાં આવતી જાહેરાતો માટે આગામી થોડા અઠવાડિયામાં સર્જકોને ચૂકવણી કરવાનું શરૂ કરશે. તેણે કહ્યું કે પહેલા બ્લોકમાં કન્ટેન્ટ સર્જકોને $5 મિલિયન ચૂકવવામાં આવશે.

મસ્કે આ જાહેરાત સાથે એક શરત મૂકી
ઈલોન મસ્કે આ જાહેરાત સાથે એક શરત મૂકી છે. Musk-Content Creators આ ચૂકવણી ફકત તે જ કન્ટેન્ટ ક્રીયેટરને કરવામાં આવશે જેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે. જ્યારે વેરિફાઈડ એકાઉન્ટ પર જાહેરાત દેખાશે ત્યારે જ ચુકવણી કરવામાં આવશે.

બ્લુ ટિક માર્કવાળા યુઝર્સ જ કરી શકશે કમાણી
તમને જણાવી દઈએ કે જો તમે ટ્વિટરના બ્લુ ટિક માર્ક ક્રિએટર છો, તો ટૂંક સમયમાં તમે ટ્વિટરથી મોટી કમાણી કરી શકો છો. ટ્વિટરના માલિક બન્યા પછી, એલોન મસ્કએ આ પ્લેટફોર્મમાં ઘણા મોટા ફેરફારો કર્યા હતા, જેમાં સૌથી મોટો ફેરફાર બ્લુ ટિક મેમ્બરશિપ હતો.

આ પણ વાંચો: બ્રિટનના બોરિસ જ્હોન્સને આપ્યુ સાંસદ પદ પરથી રાજીનામું, જાણો શું છે કારણ?

 

Back to top button