વર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

Twitter યુઝર્સ એલર્ટ !, 54 લાખ યુઝર્સના ડેટા ચોરી થયાની વાત આવી સામે

Text To Speech

હાલના સમયમાં ડિજિટલ માધ્યમ ચોરી કરવાનો અને લોકોને પરેશાન કરવાનું ખૂબ જ સરળ બની ગયું છે. લોકો પોતાની વાતો ડિજિટલ માધ્યમ દ્વારા એક બીજા સાથે શેર કરતા હોય છે. પરંતુ આનો ફાયદો હેકર્સ ઉઠાવી રહ્યા છે. જેમાં દુનિયાની સૌથી મોટી કંપની ટ્વિટરમાં હેક થયાની વાત સામે આવી છે.

હેકર્સે ટ્વિટરની મુશ્કેલી વધારી દીધી છે. જો તમે પણ ટ્વિટર યુઝ કરી રહ્યા હોય તો ચેતી જજો. એક અહેવાલ પ્રમાણે લાખો ટ્વીટર યૂઝર્સના ડેટાની હરાજી થઈ રહી છે. ટ્વીટરના ડેટાબેઝમાં એક ખામીના કારણે હેકર્સે 54 લાખના યુઝર્સના પર્સનલ ડેટાની ચોરી કરી લીધી છે. હવે હેકર્સ આ ડેટાને બ્રીચ્ડ ફોરમ પર 30,000 ડોલર એટલે કે, લગભગ 23.96 લાખ રૂપિયામાં વેચી રહ્યો છે. ટ્વિટરે હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ ટિપ્પણી નથી કરી.

Twitter Hum dekhenege

HackerOneએ આ વર્ષે જાન્યુઆરીમાં અહેવાલ આપ્યો હતો કે, ટ્વિટર પરની ખામી યુઝર્સના ફોન નંબર અને ઈમેલ એડ્રેસ સહિતનો વ્યક્તિગત ડેટા જોખમમાં મૂકે છે. આ ખામીને કારણે, લાખો યૂઝર્સ પર જોખમ મંડરાઈ રહ્યો છે અને તેને કોઈપણ એક્સેસ કરી શકે છે.

આ પણ વાંચો : ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું આંતરરાષ્ટ્રીય નેટર્વક ઝડપી લેતું જામનગર સાયબર ક્રાઇમ

આ ખામી દ્વારા કોઈનો પણ ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ એન્ટર કરી તેની twitter ID શોધી શકાય છે. ચિંતા એ છે કે, જો કોઈ યૂઝર્સે આ વિગતોને જાહેરમાં છુપાવવા માટે પ્રાઈવેસી સેટિંગ્સને ઈનેબલ કર્યું હોય તો પણ આ ડિટેલ્સ સુધી પહોંચી શકાય છે.

Back to top button