એલન મસ્કની સોશિયલ મીડીયા કંપની ટ્વિટરે તેની નવી પોલિસી હેઠળ બીબીસીને સરકારી મીડિયા ગણાવી ગોલ્ડન ટિક આપી છે. 22 લાખ ફોલોવર ધરાવતા બીબીસીના ટ્વિટર હેન્ડલ પર હવે સરકારના ફંડ દ્વારા સંચાલિત મીડિયા લખેલું દેખાશે. બીબીસીએ આ મામલે ટ્વિટરનો વિરોધ કર્યો હતો. બીબીસીએ કહ્યું કે આ મુદ્દાને જલદીથી ઉકેલવા માટે ટ્વિટર સાથે વાતચીત ચાલી રહી છે. એલોન મસ્કના સોશિયલ મીડિયા નેટવર્કે બીબીસી પર આ નવું લેબલ લાગુ કર્યું છે. જ્યારે બીબીસીમાં ફંડિંગ મુખ્યત્વે બ્રિટિશ પરિવારો દ્વારા લાઇસન્સ ફી ચૂકવીને ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
આ પણ વાંચો : ગોધરાકાંડ : ગુજરાત સરકાર અને દોષિતોની અરજી પર આજે SCમાં સુનાવણી
ટ્વિટર અને બીબીસી વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે ટ્વિટરે બ્લ્યુ ટીક માટે માસિક ફી નક્કી કરી હતી તે દરમિયાન બીબીસીએ તેનો વિરોધ કર્યો હતો. જે બાદ એલને બીબીસીને નકામી મીડિયા સંસ્થા ગણાવી હતી. એલને એમ પણ કહ્યું કે બીબીસીનું રિપોર્ટિંગ નકામું છે.