વિશ્વમાં સોશિયલ મીડિયા લોકો અત્યારે ટ્વિટર પર ખુબજ એકટીવ રહેતા હોય છે. વિશ્વની વાત કરીએ તો અત્યારે ખાસ ટ્વિટર યૂઝર્સની સંખ્યા વધુ જોવા મળે છે. આ યૂઝર્સમાં ઘણા બધા યૂઝર્સ એવા છે જેઓ બાળ યૌનશોષણ, ક્રૂરતા, અશ્લીલતા અને ખૂનામરકી જેવા વિષયોને વધારો આપી રહ્યા છે! ત્યારે ટ્વિટરે આવાં તમામ એકાઉન્ટ બૅન કરી દીધાં છે. ટ્વિટરે પોતાના માસિક રિપોર્ટમાં બૅન કરેલા એકાઉન્ટની વિગતો પણ આપી છે. કંપની નવા આઇટી નિયમો હેઠળ પોતાનો રિપોર્ટ રજૂ કરતી હોય છે જેમાં પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી વિશે જણાવવામાં આવે છે.
ટ્વિટરે ભારતમાં 25 લાખથી પણ વધુ એકાઉન્ટ બૅન કરી દીધાં છે. આ એકાઉન્ટ ૨૬ માર્ચથી લઇને ૨૫ એપ્રિલ સુધીમાં બૅન કરવામાં આવ્યાં હતાં. માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે પોતાના લેટેસ્ટ ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં જે એકાઉન્ટ બૅન કર્યાં છે. તેની કુલ સંખ્યા ૨૫,૫૧,૬૨૩ જણાવવામાં આવી છે. આ સિવાય અન્ય ૨,૨૪૯ એવાં એકાઉન્ટ પણ બૅન કરવામાં આવ્યાં છે જેઓ આતંકવાદને પ્રોત્સાહન પૂરું પાડતાં હતાં. કંપનીએ જણાવ્યું હતું કે યૂઝર્સ તરફથી તેમને ૧૫૦થી પણ વધુ ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં ૮૩ હેરેસમેન્ટની અને એડલ્ટ કન્ટેન્ટ સંબંધિત ફરિયાદની સંખ્યા ૪૩ હતી. જ્યારે ભડકાઉ ભાષણની ૧૯ જેટલી ફરિયાદો અને માનહાનિ સંબંધિત કુલ ૧૨ જેટલી ફરિયાદો મળી હતી. આ તમામ લોકોના એકાઉન્ટ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 2022ના અકસ્માતનો ડરામણો આંકડો, એક મહિનામાં 1531 બનાવ