ટ્વિટરના સંસ્થાપક જૈક ડોર્સીએ કહ્યું; ભારત સરકારે આપી હતી ધમકી- મોદી સરકારે શું આપ્યો જવાબ?
નવી દિલ્હી: ટ્વિટરના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ જૈક ડોર્સી એ એક ઈન્ટરવ્યુંમાં દાવો કર્યો છે કે ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન સરકારે તેમને ટ્વિટરને બંધ કરવાની ધમકી આપી હતી.
જૈક ડોર્સી એ દાવો કર્યો છે કે તેમને ભારતના અનેક એવા પત્રકારોના એકાઉન્ટ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતુ જે સરકારની આલોચના કરતા હતા.
ભારત સરકારે જૈક ડોર્સી ના ફગાવ્યા આરોપ
ભારત સરકારે જૈક ડોર્સીના આ આરોપોને ફગાવી દીધા છે. મોદી સરકારમાં ઈલેક્ટ્રોનિક અને ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ન ટ્વિટરની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા ન કોઈને જેલમા મોકલવામાં આવ્યા હતા.
જૈક ડોર્સીના આ આરોપો પછી ભારતમાં લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સરકારના વલણ ઉપર પણ પ્રશ્ન ઉટાવી રહ્યાં છે.
જૈક ડોર્સીનો દાવો
જૈક ડોર્સીએ આ દાવો સોમવારે યૂટ્યૂબ ચેનલ બ્રેકિંગ પોઈન્ટ સાથે ઈન્ટરવ્યુંમાં કર્યો છે.
જૈક ડોર્સીને શક્તિશાળી લોકોની માંગોના સંબંધમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નમાં ભારતનું નામ પણ લેવામાં આવ્યું નહતું.
તેના જવાબમાં ડોર્સીએ કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન ભારત સરકારે ટ્વિટરને બંધ કરવા સુધીની ધમકી આપી દીધી હતી.
જૈક ડોર્સીને પૂછવામાં આવ્યું હતુ કે, દુનિયાભરના શક્તિશાળી લોકો તમારા પાસે આવે છે અને અનેક રીતની માંગો કરે છે, તમે નૈતિક સિદ્ધાંતો ધરાવતા વ્યક્તિ છો, તેવી પરિસ્થિતિમાંથી તમે કેવી રીતે નિકળો છો?
LIVE: વાવાઝોડાના આગમન પહેલા જ વણસી પરિસ્થિતિ, જાણો પળેપળની ખબર
આ પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું, ઉદાહરણના રૂપમાં ભારત એક એવો દેશ છે, જ્યાંથી ખેડૂત આંદોલન દરમિયાન અમારા પાસે ઘણી બધી માંગો આવી રહી હતી. કેટલાક ખાસ પત્રકાર સરકારના ટીકાકાર હતા,તેમને લઈને. એક રીતે અમને કહેવામાં આવ્યું કે અમે ભારતમાં ટ્વિટરને બંધ કરી દઇશું. ભારત તમારા માટે મોટું માર્કેટ છે. તમારા કર્મચારીઓના ઘરો પર છાપા મારી દેવામાં આવશે, જે તેમને કર્યું. અમે તમારી ઓફિસ બંધ કરાવી દઇશું, જો તમે અમારી વાત માનશો નહીં તો. આ બધું ભારતમાં થઈ રહ્યું હતું, જે લોકશાહી ધરાવતું દેશ છે.
જૈક ડોર્સીને ભારત સરકારે આપ્યો જવાબ
ભારત સરકારે જૈક ડોર્સીના આરોપોને ફગાવી દીધા છે. ભારતના ઈલેક્ટ્રોનિક એન્ડ ટેકનોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વિટર પર એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ ટ્વિટરના ઇતિહાસના એક સંદિગ્ધ સમયને સાફ કરવાની કોશિશ છે.
ભારત સરકારે કહ્યું છે કે જૈક ડોર્સીના નેતૃત્વમાં ટ્વિટર અને તેમની ટીમ સતત ભારતીય નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. તથ્ય તે છે કે વર્ષ 2020થી 2022 વચ્ચે તેમને સતત ભારતના કાયદાઓનું પાલન કર્યું નથી. ટ્વિટરે અંતત: જૂન 2022માં કાયદાઓનું પાલન કર્યું.
તેમને કહ્યું કે ના કોઈ જેલ ગયું હતુ અને ના ટ્વિટર બંધ થયું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ટ્વિટરે એવી રીતે વ્યવહાર કર્યો જાણે તેના ઉપર ભારતના કાયદા જ લાગુ થતા ના હોય. ભારત એક સંપ્રભુ રાષ્ટ્ર છે અને તેને તે સુનિશ્ચિત કરવાનો અધિકાર છે કે ભારતમાં કામ કરી રહેલી બધી કંપનીઓ ભારતીય કાયદાનું પાલન કરે.
ખેડૂત આંદોલનના સમયનો હવાલો આપતા રાજીવ ચંદ્રશેખર કહ્યું કે, જાન્યુઆરી 2011ના પ્રદર્શનો દરમિયાન ઘણી બધી ભ્રામક જાણકારીઓ હતી અને અહીં સુધી કે જનસંહાર સુધીના રિપોર્ટ આવી રહ્યાં હતા જે એકદમ ફેક હતા. ભારત સરકાર પ્લેટફોર્મ પરથી આવી જાણકારીઓ હટાવવાની જવાબદારી ભારત સરકારની હતી કેમ કે આવી ફેક ન્યૂઝ સ્થિતિને વધારે ગંભીર બનાવી શકતી હતી.
રાજીવ ચંદ્રશેખરે ટ્વિટર પર ભેદભાવપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ લગવતા અમેરિકામાં થયેલા ઘટનાક્રમનો હવાલો આપ્યો.
તેમને કહ્યું, જૈકના સમયમાં ટ્વિટરનો ભેદભાવપૂર્ણ વલણ તે સ્તરનો હતો કે તેમને ભારતમાં જે ભ્રામક જાણકારીઓ હટાવવાથી મુશ્કેલી હતી પરંતુ અમેરિકામાં નહતી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ભારતમાં કોઈના ઉપર પણ રેડ પાડવામાં આવી નહતી ના કોઈને જેલમાં મોકલવામાં આવ્યો હતો. અમારો હેતુ માત્ર ભારતીય કાયદાઓના પાલનને સુનિશ્ચિત કરવાનો હતો.
આ પણ વાંચો- LIVE: વાવાઝોડાના આગમન પહેલા જ વણસી પરિસ્થિતિ, જાણો પળેપળની ખબર