ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્ક હવે ટ્વિટરના ઓફિશિયલ માલિક બની ગયા છે. ઇલોન મસ્કે તેમના ટ્વિટર બાયોમાં પ્લેટફોર્મના વડા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે ટ્વીટરના વડા બનતા જ મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલની હાકલ પટ્ટી કરી નાખી છે.
સીઈઓ પરાગ અગ્રવાલની હાકલપટ્ટી
ટેસ્લા માલિક આલોન મસ્કના હાથમાં હવે ટ્વીટર આવી જતા જ એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઈઓ પરાગ અગ્રવાલની સાથે પોલિસી ચીફ વિજયા ગડ્ડેને પણ બરતરફ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરાગ સહિતના વરિષ્ઠ અધિકારીઓને પણ સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં CFO નેડ સેગલ પણ સામેલ છે.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
ટ્વિટરની ઓફિસમાં દેખાયા હતા ઈલોન મસ્ક
વાસ્તવમાં, 13 એપ્રિલના રોજ, ઇલોન મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે આ પ્લેટફોર્મ $54.2 પ્રતિ શેરના દરે $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી. જો કે, તે દરમિયાન તેની ડીલ અટકાવી દેવામાં આવી હતી. જે પછી એલોન મસ્કે 8 જુલાઈએ ડીલ ખતમ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ આ મહિનાની શરૂઆતમાં તેણે ડીલ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. ઇલોન મસ્ક ગુરુવારે ટ્વિટરની ઓફિસમાં દેખાયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
ઈલોન મસ્કની ટ્વિટર સાથે ડીલ શુક્રવારે થઈ હતી
તે જ સમયે, યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ સહિત લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. એવા પણ સમાચાર છે કે, જે સમયે ઈલોન મસ્કની ટ્વિટર સાથે ડીલ પૂર્ણ થઈ રહી હતી, તે દરમિયાન પરાગ અગ્રવાલ અને નેડ સેગલ ઓફિસમાં હતા, ત્યારબાદ તેમને ઓફિસની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Twitter ખરીદીનું મસ્ક માંડી વાળશે ! શુક્રવાર સુધીમાં ડીલ કરી શકે છે બંધ