કોલકાતા રેપ-મર્ડર પર ટ્વિંકલની પોસ્ટ વાયરલ, ભારતીય મહિલાઓને ભૂત નહીં, પુરુષો ડરાવે છે!
- કોલકાતા રેપ-મર્ડરને લઈને ટ્વિંકલની પોસ્ટ વાયરલ થઈ છે, તેમાં તેણે મહિલાઓની સુરક્ષાની ગેરંટની પણ માંગણી કરી છે
26 ઓગસ્ટ, મુંબઈઃ કોલકાતામાં રેસિડન્ટ ડોક્ટરના રેપ-મર્ડરના કિસ્સાએ મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. આ દરમિયાન ટ્વિંકલ ખન્નાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તેણે દેશમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ વિશે વાત કરી છે.
ટ્વિંકલ ખન્નાની પોસ્ટ વાયરલ
અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે દેશની મહિલાઓ ભૂત-પ્રેતથી નથી ડરતી, પરંતુ પુરુષોથી ડરે છે. આ સાથે તેણે આગળ લખ્યું કે આ ગ્રહ પર મારે 50 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી મને લાગે છે કે અમે અમારી દીકરીઓને એ જ શીખવીએ છીએ જે મને બાળપણમાં શીખવવામાં આવતું હતું. એકલા ન જાવ. કોઈ પણ પુરુષ સાથે એકલા ન જાવ, પછી ભલે તે તમારા કાકા, ભાઈ કે મિત્ર જ કેમ ન હોય. રાત્રે એકલા જશો તો બની શકે કે તમે કદાચ ક્યારેય પાછા નહીં આવી શકો.
View this post on Instagram
મહિલાઓને સુરક્ષાની ગેરંટી આપવામાં આવે
ટ્વિંકલે આગળ લખ્યું છે કે, ક્યાં સુધી આવું થતું રહેશે? હવે નક્કી કરવાનો સમય આવી ગયો છે કે કાયદા લાગુ કરવા જોઈએ અને તેનું પાલન થવું જોઈએ, જેથી અમને અમારા ઘરોમાં બાંધી રાખવાને બદલે જાહેર સ્થળોએ મહિલાઓને સુરક્ષાની ગેરંટી આપી શકાય, પરંતુ ત્યાં સુધી મને લાગે છે કે આ દેશની મહિલાઓ માટે અંઘારી ગલીમાં ભૂતનો સામનો કરવો કોઈ પુરુષનો સામનો કરવા કતા વધુ સુરક્ષિત રહેશે.
અભિનેત્રીએ ‘સ્ત્રી 2’ નો ઉલ્લેખ કર્યો
ટ્વિંકલે ફિલ્મ ‘સ્ત્રી 2’નો પણ ઉલ્લેખ કરતા લખ્યું છે કે આ પહેલા પણ હોરર ફિલ્મો બનતી હતી. ‘સ્ત્રી 2’ની જેમ એક મહત્ત્વનો સોશિયલ મેસેજ આપનારી ફિલ્મ પણ મનોરંજનની રીત હોઈ શકે છે. મારી દાદી મને જે ડરામણી કહાણીઓ સંભળાવતી હતી, તે ડર હવે આખી દુનિયામાં પરિવર્તિત થઈ ચૂક્યો છે.
આ પણ વાંચોઃ રણબીરની એનિમલ પર કંગનાનો ગુસ્સો ફૂટ્યો, ફિલ્મ મેકર પર પણ બગડી