ટ્રેન્ડિંગમનોરંજન

ટ્વિંકલ ખન્નાએ આ ઉંમરે કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન, અક્ષયે પોસ્ટ શેર કરી ખુશી વ્યક્ત કરી

  • 50 વર્ષની ઉંમરે બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ તાજેતરમાં તેની માસ્ટર ડિગ્રી મેળવી

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: બોલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતે તે અવાર નવાર કંઈકને કંઈક ચર્ચામાં રહેતી હોય છે. જોકે, હવે તે એક્ટિંગ છોડીને લેખનમાં પોતાનું કરિયર બનાવી રહી છે, આ માટે તેણીએ પોતાનો અધૂરો અભ્યાસ પણ પૂરો કર્યો છે. હા, 50 વર્ષની ઉંમરે ટ્વિંકલ ખન્નાએ તેની પોસ્ટ ગ્રેજ્યુએશનની બાકી રહેલી ડિગ્રી પૂર્ણ કરી છે. આ પછી તેના પતિ અને બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથેનો તેનો ફોટો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેના માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ટ્વિંકલ માટે અક્ષયે લખી પોસ્ટ

અક્ષય કુમારે હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં ટ્વિંકલ ખન્નાએ ગ્રેજ્યુએશન કોટ અને કેપ પહેરી છે અને ગ્રીન કલરની સાડી પહેરી છે. આ સિવાય અક્ષય કુમાર બ્લેક પેન્ટ અને ઓવરકોટમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરતા અક્ષય કુમારે લખ્યું – 2 વર્ષ પહેલા જ્યારે તમે મને કહ્યું હતું કે તમે ફરીથી અભ્યાસ કરવા માંગો છો, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો, પરંતુ જે દિવસે મેં તમને આટલી મહેનત કરતા જોયા ત્યારે મને ખબર પડી કે મે એક સુપર વુમથી લગ્ન કર્યા છે. તમે ઘર, કારકિર્દી અને બાળકોની સાથે એક વિદ્યાર્થીનું જીવન મેનેજ કર્યું છે, આજે તમારા ગ્રેજ્યુએશનના દિવસે હું પણ વિચારું છું કે મે પણ થોડું વધારે ભણી લીધુ હોત તો આજે મને એ શબ્દો મળોત જેનાથી હું તમને કહી શક્યો હોત કે તમારા લીધે મે કેટલો ગર્વ લઈ રહ્યો છું. ટીના અભિનંદન અને આઈ લવ યુ.

ટ્વિંકલે શું આપી પ્રતિક્રિયા?

અક્ષય કુમારની આ સુંદર પોસ્ટ પર ટ્વિંકલ ખન્નાએ પણ પ્રતિક્રિયા આપી હતી. આ સાથે, તેણીએ તેના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ડિગ્રીની એક તસવીર શેર કરી અને લખ્યું – અને આ મારો ગ્રેજ્યુએશન દિવસ છે, ગોલ્ડસ્મિથ્સમાં મારો પ્રથમ દિવસ છે, એવું લાગે છે કે ગઈકાલે અથવા ઘણા વર્ષો પહેલાની વાત છે. સુંદર સાડી અને મારી સાથેનો મારો પરિવાર આ દિવસને વધુ ખાસ બનાવી રહ્યો છે.

બે વર્ષ અગાઉ લંડનમાં માસ્ટર ડિગ્રી માટે એડમિશન લીધું હતું

ટ્વિંકલ ખન્નાએ તેના પુત્ર આરવ સાથે 2 વર્ષ પહેલા લંડન યુનિવર્સિટીમાં ફિક્શન રાઈટિંગમાં માસ્ટર ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લીધું હતું, હવે તેણે માસ્ટર્સ પણ પૂરું કર્યું છે.

આ પણ વાંચો: એશા દેઓલ શું પતિને છૂટાછેડા આપશે? પતિનું ચાલી રહ્યું છે અફેર?

Back to top button