ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીમાં મોહર્રમના જુલૂસ દરમિયાન હિંસા, ટોળાએ પથ્થરમારો કરતા 12 લોકોને ઈજા

  • દિલ્હીમાં મોહર્રમના જુલૂસ દરમિયાન હિંસા
  • પથ્થરમારામાં 12 લોકો ઈજાગ્રસ્ત
  • ટોળાએ કારની બારીઓ તોડી,બસ પર પથ્થરમારો કર્યો

દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં ગઈકાલે મહોરમનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. જે દરમિયાન હિંસા ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે. મોહરમના જુલૂસ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. હિંસક ટોળાએ રસ્તા પર ચાલતા વાહનોને નિશાન બનાવ્યા હતા.કારના કાચ તોડી નાખ્યા.મુસાફરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો.જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત: એજન્ટે રૂ.1 કરોડમાં અમેરિકા મોકલવાનું નક્કી કર્યું અને ઝડપાયો

તાજિયા જુલૂસમાં સામેલ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર,શનિવારે સાંજે દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં મોહરમના જુલૂસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. પોલીસે તાજિયાને નિયત રૂટ કરતાં અલગ રૂટ પર કાઢવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે ભીડે પથ્થરમારો શરૂ કરી દીધો હતો.તાજિયા જુલૂસમાં સામેલ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો.જુલુસમાં સામેલ લોકો તાજિયાને સૂરજમલ સ્ટેડિયમની અંદર લઈ જવા માંગતા હતા.સ્ટેડિયમનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો.પોલીસ જુલૂસમાં સામેલ લોકોને સ્ટેડિયમની અંદર જવાની ના પાડી રહી હતી. જેના કારણે જુલૂસમાં સામેલ લોકો ગુસ્સે થઈ ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા.

તાજિયાને સ્ટેડિયમની અંદર લઈ જવા માંગતા હતા
આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિકારી હરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે, શનિવારે સાંજે તાજિયા જુલૂસ નીકળી રહ્યું હતું. આ જુલૂસમાં લગભગ 8થી 10 હજાર લોકો હતા. ડીસીપીએ જણાવ્યું કે, તાજિયાનું જુલુસ કાઢવાનું હતું, જેનો રૂટ પહેલેથી જ નક્કી હતો. પરંતુ બાદમાં જુલુસમાં સામેલ લોકો તાજિયાને સ્ટેડિયમની અંદર લઈ જવા માંગતા હતા. જ્યારે પોલીસે ના પાડી તો તેઓએ પથ્થરમારો કર્યો…. વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી. મામલો વણસતો જોઈને પોલીસે લાઠીચાર્જ કરીને જુલૂસમાં પથ્થરમારો કરી રહેલા લોકોનો પીછો કર્યો હતો.વધુમાં તેમણે જણાવ્યું કે, કેટલાક પોલીસકર્મીઓને ઈજાઓ પણ થઈ છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. પથ્થરબાજોને ઘટનાસ્થળેથી ભગાડી દેવાયા છે. હવે સ્થિતિ નિયંત્રણમાં છે. ડીસીપી હરેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે, આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. પોલીસ આરોપીઓની તપાસ કરશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર 

Back to top button