યુટિલીટી

હવે ATMમાંથી નીકળશે GOLD

Text To Speech

અત્યાર સુધી આપણે ATMમાંથી કેશ જ ઉપાડી છે. હવે સમય બદલાયો છે. હૈદરાબાદમાં પ્રથમ રિયલ ટાઇમ Gold ATM શરૂ કરવામાં આવ્યુ છે. આ ATMમાંથી તમે સોનાના સિક્કા ઉપાડી શકશો.

હૈદરાબાદ સ્થિત કંપની ગોલ્ડસિક્કા પ્રાઇવેટ લિમિટેડે ઓપનક્યુબ ટેકનોલોજીની મદદથી આ ATM ઇન્સ્ટોલ કર્યુ છે. ગ્રાહકો ATM દ્વારા સોનાના સિક્કા ખરીદવા માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

હવે ATMમાંથી નીકળશે GOLD hum dekhenge news

24×7 મળશે ATM સુવિધા

ગોલ્ડસિક્કાના સીઇઓ સી.તરુજના જણાવ્યા મુજબ લોકો આ ATMનો ઉપયોગ કરીને 0.5 ગ્રામથી લઇને 100 ગ્રામ સુધીના સિક્કા ખરીદી શકશે. આ ATM પર સોનાની લાઇવ કિંમત અપડેટ કરવામાં આવશે અને આ સેવા 24×7 મળી શકશે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ મતદાન સમયે રોડ-શો કર્યાનો કોંગ્રેસનો આરોપ, ચૂંટણી પંચે આપ્યો “મસ્ત જવાબ”

Back to top button