ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

દુનિયાનું પ્રથમ CNG+ પેટ્રોલ સ્કૂટર, 84 કિમીની માઈલેઝ આપશે, જાણો તેની શરુઆતી કિંમત

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 18 જાન્યુઆરી 2025: એવું લાગી રહ્યું છે કે ઓટો કંપનીઓ હવે પોતાનું ધ્યાન સીએનજી તરફ ફોકસ કરી રહી છે. બજાજે દુનિયાની પહેલી CNG Bike લોન્ચ કરી તે વળી હવે Auto Expo 2025 માં TVSએ દુનિયાનું પ્રથમ CNG Scooter લઈને આવ્યા છે. ટીવીએસ જ્યૂપિટર સીએનજી મોડલ હાલમાં ફક્ત કોન્સેપ્ટ મોડલ છે. પણ રિપોર્ટની વાત માનીએ તો, કંપની ટૂંક સમયમાં આ સ્કૂટરને ગ્રાહકો માટે લોન્ચ કરી શકે છે.

ફક્ત સીએનજી જ નહીં, TVS Jupiter CNG મોડલ પેટ્રોલ પર પણ દોડી શકે છે. જે રીતે Bajaj Freedom 125 સીએનજી બાઈક દોડે છે. ડિઝાઈનની વાત કરીએ તો, આ સીએનજી સ્કૂટરની ડિઝાઈન 125 સીસીવાળા પેટ્રોલ મોડલને મળતું આવે છે. આ સ્કૂટરમાં 1.4 કિલોગ્રામ સીએનજી ટાંકી સાથએ 2 લીટર પેટ્રોલ ટાંકી પણ મળશે.

TVS Jupiter CNG Mileage

રિપોર્ટ અનુસાર જોઈએ તો, આ સીએનજી સ્કૂટરની માઈલેજને લઈને કંપનીએ દાવો કર્યો છે કે એક કિલોગ્રામ સીએનજીમાં આ સ્કૂટર 84 કિમી સુધી માઈલેજ આપશે. એક વાર ટાંકી ફુલ થયા બાદ આ સ્કૂટર કૂલ 226 કિમી સુધી દોડશે. આ સ્કૂટરમાં OBD2B કંપ્લાયંટ એન્જીન આપ્યું છે, જે 5.3bhpનો પાવર અને 9.4Nm ટોર્ક જનરેટ કરે છે.

TVS Jupiter CNG Price

ટીવીએસ જ્યૂપિટરે પેટ્રોલ વેરિએન્ટની કિંમત હાલમાં 88,174 રુપિયા એક્સ શોરુમથી 99,015 રુપિયા સુધી રાખી છે. ત્યારે આવા સમયે આશા છે કે સીએનજી સ્કૂટરની કિંમત 90 હજારથી 99 હજાર રુપિયા સુધી હોય શકે છે. કિંમત સાથે જોડાયેલી વાતો હજુ અટકળો છે. જોવાનું એ રહેશે કે આ સીએનજી સ્કૂટરને 1 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ કરે છે કે નહીં.

TVS Jupiter CNG Features

જુપિટરના સીએનજી મોડલમાં અમુક સ્માર્ટ ફીચર્સને સામેલ કરી શકે છે, જે ફોન ચાર્જ કરવા માટે યૂએસબી ચાર્જિંગ પોર્ટ આપી શકે છે. આ ઉપરાંત સ્ટેન્ડ કટ ઓફ સેફ્ટી સિસ્ટમ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સપોર્ટ મળી શકે છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે બૂટ સ્પેસ ઓછું થઈ શકે છે અને તેનું કારણ સીએનજી ટેન્ક છે.

આ પણ વાંચો: ‘ધરતી પુત્ર’ એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં નિધન, 22 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Back to top button