ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિઝનેસવુમન TV એન્કરના પ્રેમમાં પડી, લગ્નની ના પાડતા કરાવ્યું અપહરણ અને પછી…

હૈદરાબાદ (તેલંગાણા), 24 ફેબ્રુઆરી: હૈદરાબાદમાં એક બિઝનેસવુમને ટીવી ચેનલના એક એન્કરનું અપહરણ કર્યું છે. ત્યારબાદ આ મુદ્દે ચારેબાજુ ચર્ચાએ જોર પકડ્યું છે. ખરેખર વાત એમ છે કે, એક બિઝનેસવુમન ટીવી મ્યુઝિક ચેનલના એક તરફી પ્રેમમાં પડી હતી. જેથી મહિલાએ એન્કરનો પીછો કર્યો અને તેની સાથે લગ્ન કરવાના ઈરાદા સાથે તેનું અપહરણ કર્યું. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની હૈદરાબાદમાં ધરપકડ કરાઈ છે. મહિલાએ એન્કરનો પીછો કરીને તેની હિલચાલ પર નજર રાખી હતી. એટલું જ નહીં, એન્કરની કારમાં કથિત રીતે ટ્રેકિંગ ડિવાઈસ પણ ફીટ કર્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, 31 વર્ષીય જે ડિજિટલ માર્કેટિંગનો વ્યવસાય ચલાવે છે, તેણે બે વર્ષ પહેલાં મેટ્રિમોની સાઇટ પર ટીવી એન્કર  તસવીરો જોઈ હતી અને પછી તેની સાથે મિત્રતા કરી અને તેની સાથે ચેટ કરવાનું શરૂ કર્યું. બંને વચ્ચે વાતચીત ચેટ દ્વારા આગળ વધી હતી. આ વાતચીત પછી ત્રિશાને ખબર પડી કે યુવકે મેરેજ બ્યુરોની વેબસાઈટ પર પ્રોફાઈલમાં પોતાની તસવીરને બદલે ટીવી એન્કરની તસવીર મૂકી હતી.

મહિલા ટીવી એન્કર સાથે લગ્ન કરવા માંગતી હતી

મહિલા આ વાતની જાણ થતાં જ તેણે પ્રોફાઈલ સર્ચ કર્યું અને એક ફોન નંબર મળ્યો જે ટીવી એન્કરનો હતો. તેણે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા એન્કરનો સંપર્ક કર્યો, પરંતુ એન્કરે તેને કહ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ફોટાનો ઉપયોગ કર્યો છે અને મેટ્રિમોની સાઇટ પર નકલી એકાઉન્ટ બનાવ્યું છે. તેણે આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. જો કે આ પછી પણ મહિલાએ ટીવી એન્કરને મેસેજ મોકલવાનું ચાલુ રાખ્યું હતું.

પોલીસે જણાવ્યું કે આ મહિલાની ઓળખ ભોગીરેડ્ડી ત્રિશા તરીકે થઈ છે. તો ટીવી એન્કરનું નામ પ્રણવ સિસ્ટલા છે. ટીવી એન્કર પ્રણવે કંટાળીને ત્રિશાનો નંબર બ્લોક કરી દીધો. જો કે, મહિલાએ એન્કર સાથે લગ્ન કરવા માટે અડગ થઈ ગઈ હતી. તેણે આ કેસનો ઉકેલ લાવી શકે તે વિચારીને તેનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું. તેણે એન્કરનું અપહરણ કરવા માટે ચાર લોકોને રાખ્યા અને તેની હિલચાલ પર નજર રાખવા માટે એન્કરની કાર પર ટ્રેકિંગ ડિવાઇસ પણ લગાવ્યું.

એન્કરે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પોલીસે જણાવ્યું કે 11 ફેબ્રુઆરીના રોજ ચાર ભાડે રાખેલા શખ્સોએ ટીવી એન્કર પ્રણવનું અપહરણ કર્યું. એન્કરને ત્રિશાના ઓફિસમાં લઈ જવાયો અને પછી ત્યાં તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જીવના જોખમથી ટીવી એન્કર મહિલાના કૉલનો જવાબ આપવા તૈયાર થયો અને ત્યારબાદ તેને જવા દેવામાં આવ્યો. આ સમગ્ર મામલા પછી એન્કરે મહિલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તપાસ કરતા આ ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા. હાલ પોલીસ આ મામલે વધુ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: લગ્નની કંકોત્રીમાં આ ખાસ મેસેજ લખતાં ચારેબાજુ ચર્ચા, પોલીસ પણ કરવા લાગી પ્રશંસા

Back to top button