ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગીઝર ચાલુ કરીને પરિવાર ખરીદી માટે ગયો, ઘરમાં ભીષણ આગ ફાટી નીકળી

Text To Speech
  • હૈદરાબાદની એક સોસાયટીમાં દિવાળીના દિવસે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી
  • એક પરિવાર દિવાળીની ખરીદી માટે બહાર ગયો હતો અને ગીઝર ચાલતું છોડી દીધું હતું
  • આ પછી, અકસ્માતના વાસ્તવિક કારણને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ

હૈદરાબાદ: હૈદરાબાદના નાલ્લાગંડલાની અપર્ણા સરોવર સોસાયટીમાં દિવાળીનો તહેવાર દુઃખમાં ફેરવાઈ ગયો. એક પરિવાર દિવાળીની ખરીદી માટે ઘરની બહાર ગયો હતો અને અજાણતાં ગીઝર ચાલુ કરી દીધું હતું. સોસાયટીમાં તહેવારને લગતી પ્રવૃત્તિઓ માટે વધારાની વીજળી લેવામાં આવી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટ થયુ હતું. આ દુર્ઘટનામાં શોર્ટ સર્કિટના કારણે સોસાયટીમાં પણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે રૂમ બળીને ખાખ થઈ ગયા હતા. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો અપલોડ કરતા એક એક્સ યુઝરે લખ્યું, તમે વૈભવી સોસાયટીમાં રહી શકો છો પરંતુ તમારે હજુ પણ મૂળભૂત બાબતોનુ પાલન કરવુ પડશે. પરિવારે ગીઝર ઓન કર્યું અને દિવાળીની ખરીદી માટે નીકળ્યા. શોર્ટ સર્કિટના કારણે 2 રૂમ બળીને રાખ થઈ ગયા કારણ કે આખી સોસાયટી તહેવાર માટે વધારાની વીજળી લઈ રહી હતી. તેના અપલોડથી આ વીડિયો 6.47 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પછી અકસ્માતના વાસ્તવિક કારણને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ. એક એક્સ યુઝરે ટિપ્પણી કરી કે આ જૂનુ કાટવાળું પાણીનુ ગીઝર હોવુ જોઈએ. કારણ કે આધુનિક ગીઝરમાં ઓટોમેટિક કટ-ઓફ સિસ્ટમ હોય છે. અન્ય એક યુઝરે લખ્યું કે ગીઝર ચાલુ કરવું અને શોપિંગ માટે બહાર જવું એ ચોક્કસપણે આ અકસ્માતનું સાચું કારણ નથી. શોર્ટ સર્કિટના કિસ્સામાં ELCB/RCCB ટ્રીપ થઈ જવું જોઈએ. એમસીબી કરંટને કારણે ટ્રીપ થઈ ગયું હોવું જોઈએ. અપર્ણા સોસાયટીએ મૂળ કારણ શોધવા માટે આરસીએ કરાવવું જોઈએ.

આ પણ વાંચો, ન્યૂયોર્ક સિટીના મેયર મેનહટ્ટનના હિન્દુ મંદિરમાં દિવાળીની કરી ઉજવણી

Back to top button