ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સફેદ વાળને કુદરતી રીતે કાળા કરો, અપનાવો દાદી-નાનીના નુસખા

Text To Speech
  • સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા ઈચ્છો છો. મોંઘા મોંધા અને કેમિકલ્સ વાળા કલર કે મહેંદીના ઉપયોગના સ્થાને વડીલોના નુસખા અપનાવી શકો છો

HD ન્યુઝ ડેસ્કઃ હવેના સમયમાં સફેદ વાળની ​​સમસ્યા માત્ર વૃદ્ધો સુધી જ સીમિત રહી નથી. યુવાનોમાં પણ આ સમસ્યા ઝડપથી વધી રહી છે. વાળ સફેદ થવાથી તમે તમારી ઉંમર કરતાં મોટા તો દેખાવા લાગો છો, પરંતુ તે તમારા આત્મવિશ્વાસને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં દાદી-નાનીના ઘરેલુ નુસખા ખૂબ જ અસરકારક અને સુરક્ષિત સાબિત થઈ શકે છે. જાણો આવા જ કેટલાક ઘરેલું ઉપાય જે તમારા સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરશે અને હેલ્ધી બનાવશે.

 

સફેદ વાળને કુદરતી રીતે કાળા કરો, અપનાવો દાદી-નાનીના નુસખા hum dekhenge news

આમળાનો ઉપયોગ

આમળાને વાળ માટે શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે. તેનાથી વાળ કાળા, જાડા અને મજબૂત બને છે. નાળિયેર તેલમાં આમળા પાવડર મિક્સ કરો અને તેને ગરમ કરો. ઠંડુ થયા બાદ આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો. આમળાનો તાજો રસ કાઢીને પણ વાળમાં લગાવી શકો છો. તેને એક કલાક પછી ધોઈ લો.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ વાળને સફેદ થતા અટકાવવા અને કાળા થવામાં મદદરૂપ છે. ડુંગળીને પીસીને તેનો રસ કાઢો. આ રસને વાળના મૂળમાં લગાવો. 30 મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.

સફેદ વાળને કુદરતી રીતે કાળા કરો, અપનાવો દાદી-નાનીના નુસખા hum dekhenge news

લીમડાના પાન અને નાળિયેર તેલનું મિશ્રણ

લીમડાના પાંદડામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન બી હોય છે, જે વાળને કાળા કરવામાં મદદ કરે છે. નારિયેળના તેલમાં થોડા લીમડાના પાન નાંખો અને તેને ગરમ કરો. તેલ ઠંડુ થાય એટલે વાળના મૂળમાં લગાવો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં 2-3 વખત પુનરાવર્તિત કરો.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

સફેદ વાળને કુદરતી રીતે કાળા કરો, અપનાવો દાદી-નાનીના નુસખા

આ પણ ધ્યાન રાખો

માત્ર બાહ્ય ઉપાયો જ નહીં, પરંતુ સંતુલિત આહાર અને તંદુરસ્ત જીવનશૈલી પણ વાળના આરોગ્યને જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારા આહારમાં લીલા શાકભાજી, તાજા ફળો, ડ્રાય ફ્રૂટ અને પૂરતા પ્રમાણમાં પાણીનો સમાવેશ કરો. તણાવ ઓછો કરો અને પૂરતી ઊંઘ લો.

આ પણ વાંચોઃ શિયાળામાં મેનુમાં એડ કરો જામફળની ટેસ્ટી ચટણી અને લીલી હળદરનું અથાણું 

Back to top button