ગુજરાતમધ્ય ગુજરાત

કારમાં AC ચાલુ કરીને સૂતા પહેલા ચેતજોઃ મહિસાગરની આ ઘટના જાણશો તો ચોંકી જશો

Text To Speech

મહિસાગર, 19 જૂન 2024, AC ચાલુ રાખીને કારમાં સૂવાના કારણે મોત થયાના કિસ્સા તમે ઘણી વખત સાંભળ્યા હશે. જે AC ચલાવવાથી વ્યક્તિ રાહત મેળવવા માંગે છે તે તેના દુઃખદાયક મૃત્યુનું કારણ બની જાય છે. દિલ્હીના ઈન્દિરાપુરમ વિસ્તારમાં એક વ્યક્તિ રાત્રે પોતાની કારમાં એસી ચાલુ રાખીને સૂઈ ગયો, જેના કારણે તે સવારે ઉઠ્યો જ નહીં. એટલે કે તેનું કારમાં જ મોત થઇ ગયું હતું.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રાત્રે સૂતી વખતે વ્યક્તિને પૂરતો ઓક્સિજન મળ્યો ન હતો.આવો જ કિસ્સો મહિસાગરમાં બન્યો છે. કારનું એસી ચાલુ કરીને ઉંઘેલા રિટાયર્ડ આર્મી જવાનું મોત નીપજ્યું છે.

જવાનને બહાર કાઢવા માટે ગામ લોકોએ ગાડીના દરવાજા તોડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ચનાશેરો ગામમાં એક રીટાયર્ડ આર્મી જવાન ગરમીથી રાહત મેળવવા માટે કારનું AC ચાલુ કરીને સૂઈ ગયા હતાં. જવાન ઠંડક અડતા ઊંડી નિંદરમાં હતાં ત્યારે ગાડીમાં પેટ્રોલ ખતમ થઈ ગયું હતું. જેના કારણે AC બંધ થઈ ગયું હતું. જેથી ગૂંગળામણને કારણે આર્મી જવાનનું મોત નીપજ્યું હતું. કારનો ગેટ બંધ કરીને સુઈ ગયેલા જવાનને બહાર કાઢવા માટે ગામ લોકોએ ગાડીના દરવાજા તોડી નાંખ્યા હતાં. દરવાજા તોડ્યા બાદ તેમના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

એસી ચાલુ કરીને સૂતા હોવ તો સાવધાન થઈ જવાની જરૂર છે
આજકાલ ગરમીથી રાહત મેળવવા માટે એસી ખૂબ જ જરૂરી બની ગયું છે.ક્યારેક તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જો તમે પણ આવું કંઈક કરતા હોવ કે ગરમીથી રાહત મેળવવા માટે ગાડીમાં એસી ચાલુ કરીને ઊંઘી જતા હોવ તો સાવધાન થઈ જવાની જરૂર છે.ગાડીમાં એસી ચાલુ કરીને ઊંઘી જવું ખતરનાક સાબિત થઈ શકે છે. કારમાં એસી ચલાવવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. કારની સર્વિસ નિયમિત રીતે કરાવતા રહેવી જોઈએ. એક્ઝોસ્ટ સિસ્ટમની તપાસ પણ કરાવતાં રહો. કારમાં CO ડિટેક્ટર ઇન્સ્ટોલ કરો જેથી લીકેજ હોઈ તો એ શોધી શકાય. કારમાં સૂતી વખતે AC નો ઉપયોગ કરતા હોવ તો હવા પસાર થઈ શકે તે માટે બારી થોડી ખુલ્લી રાખો. ગાડીને સુરક્ષિત અને હવાની અવરજવરવાળી જગ્યાએ પાર્ક કરો.

આ પણ વાંચોઃ મારૂતિ વાનમાં લાગેલી આગ બુઝાવતા ગેસનો બાટલો ફાટ્યો, પતિ-પત્નીનો આબાદ બચાવ

Back to top button