ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હળદરવાળું દુધ દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથીઃ જાણો કોણે ન પીવું?

Text To Speech
  • શિયાળામાં લોકો શરદી, ઉધરસથી બચવા અને શરીરની ગરમી જાળવી રાખવા માટે હળદરવાળું દૂધ પીવાનું પસંદ કરે છે. આ દૂધ ખૂબ જ ફાયદાકારક અને પોષણથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને હળદરવાળું દૂધ ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

હળદર એક રસોડાનો એક એવો મસાલો છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ જ કારણ છે કે હળદરનો ઉપયોગ ઘણા ઘરેલું ઉપચારમાં પણ કરવામાં આવે છે. શિયાળામાં લોકો શરદી, ઉધરસથી બચવા અને શરીરની ગરમી જાળવી રાખવા માટે હળદરવાળું દુધ પીવાનું પસંદ કરે છે. આ દૂધ ખૂબ જ ફાયદાકારક અને પોષણથી ભરપૂર છે, પરંતુ કેટલાક લોકોને હળદરવાળું દુધ ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં હળદરવાળું દુધ પીતા પહેલા કેટલીક બાબતો જાણવી જરૂરી છે.

કઈ સ્થિતિમાં હળદરવાળું દૂધ ન પીવું?

હળદરવાળું દુધ દરેક વ્યક્તિ માટે ફાયદાકારક નથીઃ જાણો કોણે ન પીવું? hum dekhenge news

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળું દૂધ પીવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. હળદરની પ્રકૃતિ ગરમ હોય છે, તેથી હળદરનું દૂધ વધુ માત્રામાં પીવાથી ગર્ભાશયમાં રક્તસ્રાવનું જોખમ વધી જાય છે. આ સાથે હળદરવાળું દૂધ પીવાથી ગર્ભાશય સંકોચન પણ થઈ શકે છે. તેથી પ્રેગનન્ટ લેડીએ હળદરવાળું દુધ પીવાનું ટાળવું જોઈએ.

પેટ સંબંધિત સમસ્યાઓ

જો તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હો તો હળદરનું દૂધ તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. તે પીવાથી પેટમાં દુખાવો અને ખેંચાણ થઈ શકે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન કમ્પાઉન્ડ પેટ સંબંધિત સમસ્યાઓમાં પણ લુઝ મોશનનું કારણ બની શકે છે.

હાર્ટ મેડિકેશન

હળદરમાં લોહીને શુધ્ધ કરતા ગુણો જોવા મળે છે જે રક્તને ધમનીઓમાં સરળતાથી પરિભ્રમણ કરવામાં મદદ કરે છે. જો તમે હૃદય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો અને ડૉક્ટરની સલાહથી લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છો, તો આવી સ્થિતિમાં હળદરવાળા દૂધનું સેવન કરવાનું ટાળો.

લીવર, પિત્તાશયની સમસ્યાઓ

જો તમે લીવર સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો અથવા પિત્તાશયમાં પથરી છે, તો આવી સ્થિતિમાં હળદરવાળું દૂધ નુકસાન પહોંચાડી શકે છે. જો કે, આ અંગે વધુ રિસર્ચ ચાલી રહ્યું છે, પરંતુ આવી સ્થિતિમાં હળદરવાળુ દુધ પીતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચોઃ 2024માં બીમારીઓથી દુર રહો, ઈમ્યુનિટી બુસ્ટ કરો આ સાત વસ્તુઓથી

Back to top button