ટ્રેન્ડિંગવર્લ્ડ

પોતાની જાત સાથે લગ્ન કરનારી તુર્કીશ ઈન્ફ્લુએન્સરે 26 વર્ષની ઉંમરે કરી આત્મહત્યા

Text To Speech
  • ઈન્ફ્લુએન્સરનું લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગના પાંચમા માળેથી પડી જવાથી મૃત્યુ

HD ન્યૂઝ ડેસ્ક, 30 સપ્ટેમ્બર: તુર્કીની TikTok ઈન્ફ્લુએન્સર કુબરા અયકુટનું માત્ર 26 વર્ષની ઉંમરે અવસાન થયું છે. કુબરા તેના Wedding Without A Groom (પોતાની જાત સાથે લગ્ન) વીડિયો માટે ખૂબ જ પ્રખ્યાત બની હતી. તુર્કીના મીડિયા અનુસાર, સોમવારે ઈસ્તાંબુલના સુલતાનબેલી જિલ્લામાં લક્ઝરી એપાર્ટમેન્ટ બિલ્ડિંગના પાંચમા માળેથી પડી જવાથી TikTok ઈન્ફ્લુએન્સરનું મૃત્યુ થયું હતું. સ્થાનિક અધિકારીઓને તેના મૃતદેહ પાસે એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. મૃત્યુનું કારણ જાણવા તપાસ ચાલુ છે.

 

 

View this post on Instagram

 

A post shared by Kübra Aykut (@kubrasalofficial)

ઈન્ફ્લુએન્સરને વજન વધારવાની ચિંતા?

ચાહકોએ જણાવ્યું કે, મૃત્યુ પહેલા અયકુટે સોશિયલ મીડિયા પર એક ચિંતાજનક પોસ્ટ કરી હતી. તેના મૃત્યુ પહેલા, તેણીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના વજન વધવાના અનુભવ વિશે એક ઉદાસીન મેસેજ લખ્યો. તેણી લખ્યું કે, મેં મારી એનર્જી ભેગી કરી લીધી છે, પરંતુ મારું વજન વધી રહ્યું નથી. દરરોજ અમુક કિલોગ્રામ વજન ઘટી રહ્યું છે. મને ખબર નથી કે શું કરવું? મારે તાત્કાલિક વજન વધારવું છે.

ખાસ કરીને 2023માં, તેણીએ તેની બિનપરંપરાગત Wedding Without A Groom સિરીઝથી નામના મેળવી. તેણીએ એક સુંદર સફેદ ડ્રેસ અને તેના કપાળ પર ટિયારા (મુગટ) પહેરીને લગ્ન કર્યા. આ દરમિયાન તેણીએ કહ્યું હતું કે, “મને મારા માટે કોઈ યોગ્ય વર નથી મળી રહ્યો.” અન્ય એક વીડિયો ક્લિપમાં તે લગ્નના પોશાકમાં બર્ગરની મજા લેતી પણ જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર શોકનું મોજું ફરી વળ્યું

ઈન્ફ્લુએન્સર કુબરા અયકુટના મૃત્યુના અહેવાલથી સોશિયલ મીડિયા પર શોકનું મોજું ફરી વળ્યું છે. તેના અનુયાયીઓને આઘાત લાગ્યો. ઘણા ચાહકો અને અનુયાયીઓ તેમના મૃત્યુને શોક આપવા માટે વિવિધ પ્લેટફોર્મ પર ગયા. તેમણે અયકુટને સુંદર હૃદયવાળી પરી કહી.

તુર્કીના અધિકારીઓએ અયકુટના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. અંતિમ સંસ્કાર અયકુટના વતનમાં કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ઘણા TikTokers અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ભાગ લે તેવી શક્યતા છે.

આ પણ જૂઓ: આતંકી મરાયો અને એ સમાચાર વાંચતી વખતે ન્યૂઝ એન્કર રડી પડી! જૂઓ વીડિયો

Back to top button