તુર્કીમાં વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. રાજધાની ઈસ્તંબુલના તકસીમ સ્ક્વેરમાંથી બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવી રહ્યા છે. આ ઘાતક વિસ્ફોટમાં છ લોકોના મોત થયા છે. અત્યારસુધીમાં 53 લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ મળી છે. આ બ્લાસ્ટ રવિવારે ઈસ્તંબુલના સૌથી વ્યસ્ત વિસ્તારમાં થયો હતો. આ મુખ્ય વોક-વે પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને વિસ્ફોટની નિંદા કરી છે. બ્લાસ્ટ બાદ એમ્બ્યુલન્સ અને ફાયર ટિમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે રાહત અને બચાવ કામગીરી પણ શરૂ કરી હતી. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ બાદ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. વિસ્તારમાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે.
જીવ ગુમાવનારાઓની સંખ્યા વધી શકે છે
આ અંગે તુર્કીની સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. આવી સ્થિતિમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. ઈસ્તંબુલના ગવર્નર અલી યેરલિકાયાએ ટ્વિટર પર જણાવ્યું કે વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સાંજે 4:20 વાગ્યે થયો હતો. આ ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે. ઘણા ઘાયલ થયા છે. જોકે, તેમણે મૃતકોની સંખ્યા સ્પષ્ટ કરી ન હતી.
ભીડવાળા રસ્તા પર વિસ્ફોટ, મોટી સંખ્યામાં લોકો હતા હાજર