વર્લ્ડ

તુર્કીનો દાવો – અમે સીરિયામાં ઘુસીને ઇસ્લામિક સ્ટેટના વડા અબુ હુસૈન અલ-કુરેશીનો ખાતમો કર્યો

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ચીફ અબુ હુસૈન અલ કુરેશી માર્યો ગયો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતુ કે, તેમની ગુપ્તચર એજન્સીઓ સીરિયામાં ઘૂસીને તેને મારી નાખ્યો છે. એર્દોગને ટીઆરટીને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓ લાંબા સમયથી આઈએસઆઈએસ ચીફને ફોલો કરી રહી હતી. અલ કુરેશી સીરિયામાં એક ઓપરેશનમાં માર્યો ગયો હતો.

એર્દોગને ટીઆરટી તુર્કને જણાવ્યું હતું કે 29 એપ્રિલની રાત્રે તુર્કીની એમઆઈટી ગુપ્તચર એજન્સી દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં ઇસ્લામિક સ્ટેટનો આ આતંકવાદી માર્યો ગયો હતો. જો કે હજુ સુધી તુર્કીના આ દાવા પર ઈસ્લામિક સ્ટેટ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે કોઈપણ ભેદભાવ વિના આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી ચાલુ રાખવાના છીએ. તુર્કી લાંબા સમયથી સીરિયાની અંદર ઘૂસીને ઈસ્લામિક સ્ટેટ સામે લડાઈ કરી રહી છે.

અબુ-હુસૈન-અલ-કુરેશી 2013માં ઇસ્લામિક સ્ટેટમાં જોડાયો હતો, જેણે અબુ અલ-હસન અલ-હાશિમી અલ-કુરેશીની હત્યા બાદ ISનું નેતૃત્વ સંભાળ્યું હતું. કુરેશીને ISના પ્રવક્તા અબુ ઉમર અલ-મુજાહિરે ઈસ્લામિક સ્ટેટના મીડિયાના એક ઓડિયો સંદેશ દ્વારા ખલીફા જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ ભૂકંપને કારણે તુર્કીને 104 અબજ ડોલરનું નુકસાન, 45 હજારથી વધુ લોકોના મોત

Back to top button