ટ્રેન્ડિંગમનોરંજન

તુમ તો ઠહરે પરદેશી… અલ્તાફ રાજાએ 26 વર્ષ જુનું ગીત ગાયું, તો મહિલાએ કર્યો પૈસાનો વરસાદ

  • અલ્તાફ રાજાએ થાઈલેન્ડમાં 26 વર્ષ જુનું ગીત તુમ તો ઠહરે પરદેશી ગાયું અને લોકો ફરી એક વાર દિવાના થયા, ઝૂમવા લાગ્યા અને એક મહિલાએ તો પૈસાનો વરસાદ કરી દીધો 

29 જૂન, મુંબઈઃ 90ના દાયકામાં અલકા યાજ્ઞિક, કુમાર સાનૂ અને ઉદિત નારાયણ જેવા સિંગર્સનો જલવો હતો. દર બીજી ફિલ્મમાં આ સિંગર્સનો અવાજ સાંભળવા મળતો. તેમના ગીતો પણ ખૂબ હિટ થયા હતા. આ સમયમાં વધુ એક સિંગર છવાયેલો રહ્યો અને તે હતો અલ્તાફ રાજા. 90ના દાયકામાં અલ્તાફ રાજાના અનેક ગીતો આવ્યા અને સુપરહિટ થયા. ખાસ કરીને યંગસ્ટર્સ અલતાફના ગીતો પાછળ ગાંડા હતા. જ્યારે પણ લોકો તેમના ગીતો સાંભળતા તો ઝુમી ઉઠતા હતા. આજે પણ અલ્તાફ રાજાના આ ગીતનો ક્રેઝ લોકો વચ્ચે ઘટ્યો નથી. સોશિયલ મીડિયા પર અલ્તાફ રાજાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિંગરને તેમનું સુપરહિટ સોંગ તુમ તો ઠહરે પરદેશી ગાતા સાંભળી શકાય છે. વીડિયો અલ્તાફ રાજાના લાઈવ કોન્સર્ટનો છે. અલ્તાફ રાજાએ 26 વર્ષ જુનું સોંગ ગાયું અને લોકો જબરજસ્ત ઝૂમી ઉઠ્યા હતા.

અલ્તાફ રાજાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં, જ્યારે અલ્તાફ રાજા સ્ટેજ પર ‘તુમ તો ઠહરે પરદેસી’ ગાય છે, ત્યારે એક મહિલા પણ સ્ટેજ પર આવે છે અને તેના પર નોટોનો વરસાદ કરવા લાગે છે. અલ્તાફ રાજાનો આ વીડિયો થાઈલેન્ડના પટાયાનો છે, જેમાં લોકોને પણ ઝૂમતા જોઈ શકાય છે. જ્યારે અન્ય લોકો સ્ટેજ પર તેમના મનપસંદ ગાયકને ગાતા જોઈને ઝૂમવા લાગે છે, ત્યારે એક મહિલા સ્ટેજ પર આવે છે અને તેના પર નોટો વરસાવવાનું શરૂ કરે છે. તે પોતે પણ ડાન્સ કરવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Altaf Raja (@altafraja_official)

વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયાઓ

યુઝર્સ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે અને વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે ‘થાઈલેન્ડના પૈસા છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે ‘તુમ તો ઠહરે પરદેશી, જેટલી વાર આ ગીત સાંભળો ઓછું જ લાગે છે.’ આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા અન્ય એક યુઝરે લખ્યું ‘થાઈલેન્ડ તમે જાવ અને અમે પરદેશી, આ તે ક્યાંનો ન્યાય?’ જ્યારે કેટલાકનું કહેવું છે કે અલ્તાફ રાજાના આ લાઈવ કોન્સર્ટે લોકોને દિવાના બનાવી દીધા છે.

લાઈમલાઈટથી દૂર છે અલ્તાફ રાજા

ઉલ્લેખનીય છે કે અલ્તાફ રાજા નાગપુરના રહેવાસી છે અને તેના માતા પિતાનો પણ સિંગીંગ સાથે સંબંધ હતો. અલ્તાફ રાજાના માતા પિતા પણ કવ્વાલી ગાતા હતા. 90ના દાયકામાં અલ્તાફ રાજાએ અનેક હિટ ગીતો આપ્યા હતા. ત્યારબાદ તેઓ ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયા. 90ના દાયકામાં અલ્તાફ રાજાના અનેક આલ્બમ્સ આવ્યા, જેમાં તેઓ એક્ટિંગ કરતા પણ જોવા મળ્યા. આ આલ્બમ્સ ખૂબ હિટ ગયા હતા અને યંગસ્ટર્સને દિવાના બનાવ્યા હતા. તેમનો નવો આલ્બમ બહાર આવે અને તરત તેની કેસેટો ચપોચપ વેચાઈ જતી હતી. જોકે અનેક વર્ષોથી તેઓ હવે લાઈમલાઈટથી દૂર છે.

આ પણ વાંચોઃ અનંતના લગ્ન પહેલા ગરીબ યુવક-યુવતીઓના લગ્ન કરાવશે અંબાણી પરિવાર, જાણો શું મંગાવ્યું?

Back to top button