વધતા શરદી-ઉધરસના કેસ સામે તુલસી આ રીતે કરશે મદદ, સ્વાસ્થ્ય માટે પણ છે લાભદાયી
જડ્ડી-બૂટીઓની રાણી કેહવાતી તુલસી એન્ટીફંગલ, એન્ટીવાયરલ અને જીવાણુરોધી ગુણોથી ભરપુર છે. પરંતુ બધા લોકો તુલસીના આ સ્વાસ્થ્ય લાભોથી જાણકાર નથી. તુલસીને પોતાના રોજીંદા જીવનમાં સામેલ કરવાથી ધણા ફાયદા થાય છે. તુલસીમાં ફાટોકિમિકલ્સ રહેલા છે, જે ફેફસા, યકૃત મોઢા અને ત્વચાના કેન્સરને પણ અટકાવે છે.
તુલસીમાં રહેલ યુઝેનૉલ શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીમાં મદદ કરવામાં મદદ કરે છે. તુલસીમાં એવા તત્ત્વો રહેલા છે જે શરીરમાં સોજો અને બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. તુલસીમાં એન્ટી ઑક્સિડેન્ટ ગુણ રહેલા છે જે સ્ટ્રોક અને હાઇ બ્લડપ્રેશર જેમ કે હદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તુલસીનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતાને પ્રોત્સાહન મળે છે.
આ પણ વાંચો : સુકી ખાંસીથી છો પરેશાન, તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર તરત જ મળશે રાહત
તુલસીને ચામાં નાખીને અથવા તો પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તો આ રીતે રોજીંદા જીવનમાં કરો તુલસીનું સેવન અને મેળવો અઢળક ફાયદા.