શેરબજાર માટે મંગળવાર સાબિત થયો મંગળ: સેન્સેક્સમાં 1131 પોઈન્ટનો બમ્પર ઉછાળો


- ભારતીય શેરબજારમાં જોરદાર તેજીનો દિવસ
નવી દિલ્હી: 18 માર્ચ: 2025: સેન્સેક્સ-નિફ્ટી શાનદાર વધારા સાથે બંધ થયો છે. નિફ્ટી લગભગ 1 મહિનાના ઉચ્ચતમ સ્તરે બંધ થયો છે. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. જ્યારે BSEના તમામ ક્ષેત્રીય સૂચકાંકો વધારા સાથે બંધ થયો હતો. ગ્લોબલ માર્કેટમાં મળેલા પોઝિટિવ સંકેતો બાદ આજે એટલે કે 18 માર્ચે સેન્સેક્સ 1131 પોઈન્ટ વધીને 75,301ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 325 પોઈન્ટ વધીને 22,834ના સ્તરે બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારનો દિવસ ‘મંગળ’રહ્યો છે. સપ્તાહના બીજા કામકાજના સેશનમાં નિફ્ટી અને સેન્સેક્સમાં અસાધારણ તેજી જોવા મળી છે. BSEના 30 શૅર્સમાંથી 26 શેરમાં તેજી રહી. સૌથી વધુ વધારો ઝોમેટોમાં 7.43%, ICICI બેંકમાં 3.40% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 3.07% હતો. તેમજ, NSEના 50 શૅર્સમાંથી 46માં તેજી રહી. એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 1.46%, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.75% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.066% વધ્યો છે.
આજે બધા ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા. કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ, પાવર, રિયલ્ટી, મીડિયા ઇન્ડેક્સ 2-3 ટકાના વધારા સાથે બંધ થયા. બેંકિંગ, પીએસઈ, ફાર્મા સૂચકાંકોમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી. ઊર્જા, આઇટી, તેલ અને ગેસ શેરોમાં ખરીદી જોવા મળી હતી.
આ પણ વાંચો….મર્સિડીઝ મેબેક SL 680 ભારતમાં થઈ લોન્ચ: આ લક્ઝરી કાર જોઈને તમે થઈ જશો દિવાના