ટ્રેન્ડિંગમનોરંજન

‘તુ જૂઠી મેં મક્કાર’ ફિલ્મે પહેલા જ દિવસે ‘Pathaan’ને પછાડી, જાણો- પહેલા દિવસનું કલેક્શન

Text To Speech

ડિરેક્ટર લવ રંજનની ફિલ્મ ‘Tu Jhooti Main Makkaar’ થિએટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ સાથે જ ‘Tu Jhooti Main Makkaar’એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર બમ્પર શરૂઆત કરી છે. આટલું જ નહીં, સુપરસ્ટાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’એ IMDb રેટિંગના મામલે બોલિવૂડ મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણને પાછળ છોડી દીધી છે. ચાલો જાણીએ કે ‘તુ જૂઠી મેં મક્કાર’ અને ‘ Pathaan’માંથી કોનું IMDb રેટિંગ વધારે છે.

'Tu Jhoothi Main Makkar' and 'Pathan'
‘Tu Jhoothi Main Makkar’ and ‘Pathan’

‘Pathaan’ને પાછળ છોડી ‘તુ જૂઠી મેં મક્કાર’

સુપરસ્ટાર શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘Pathaan’ના IMDB રેટિંગ વિશે વાત કરીએ તો, તે 10/6.4 છે. ‘Pathaan’એક્શનથી ભરપૂર એક શાનદાર સ્પાય થ્રિલર ફિલ્મ છે, જેને જોવાનો તમને ખરેખર આનંદ થશે. બીજી તરફ, જો આપણે ‘તુ જૂઠી મેં મક્કાર’નું IMDb રેટિંગ જોઈએ તો તે 10/6.7 છે. જો કે આવનારા સમયમાં તેમાં ઘણા ફેરફારો થશે. પરંતુ ‘પઠાણ’ની સરખામણીમાં ‘તુ જૂઠી મેં મક્કાર’ અલગ જોનરની ફિલ્મ છે. આ સ્થિતિમાં, રણબીર કપૂર સ્ટારર ‘Tu Jhooti Main Makkaar’ હાલમાં IMDb રેટિંગના મામલે ‘Pathaan’ કરતા આગળ છે. પરંતુ બોક્સ ઓફિસ કલેક્શનમાં શાહરુખ ખાનની ‘Pathaan’ને ભાગ્યે જ કોઈ ફિલ્મ પાછળ છોડી શકે છે.

આ પણ વાંચોઃ રણબીર કપૂરની આ ફિલ્મમાં કાર્તિક આર્યનનો કેમિયો !

‘Tu Jhooti Main Makkaar’ની બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત

ફિલ્મ ‘Pathaan’એ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 537 કરોડનું રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું છે. બીજી તરફ, રિલીઝના પહેલા દિવસે ‘પઠાણ’એ 55 કરોડનું સારું કલેક્શન કર્યું હતું. , ‘તુ જૂઠી મેં મક્કાર’એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 15.73 કરોડનું ગ્રાન્ડ કલેક્શન કર્યું છે. આગામી સમયમાં ‘તુ જૂઠી મેં મક્કાર’ ફિલ્મ એક શાનદાર કલેક્શન કરી શકે છે.

Back to top button