મનોરંજન

‘તુ જૂઠી મૈ મક્કાર’ ફિલ્મમાં ફરી તેજી, ફિલ્મે 15માં દિવસે આટલા કરોડની કમાણી કરી

Text To Speech

બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મૈ મક્કાર‘એ ભારે ધૂમ મચાવી છે. હાલમાં જ આ ફિલ્મ રિલીઝ થઈ છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રણબીર કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મૈ મક્કાર’ની આગલા દિવસે કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે ફરી એકવાર તેની કમાણીમાં તેજી આવી છે. ચાલો આ અહેવાલમાં જાણીએ કે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મે 15માં દિવસે કેટલી કમાણી કરી છે.

આ પણ વાંચો : આલિયાની પોસ્ટ જોઈને શ્રદ્ધા કપૂરે રણબીરને આપી ચેલેન્જ

‘તુ જૂઠી મૈ મક્કાર’એ 15મા દિવસે આટલી કમાણી કરી

સૅકલિનના રિપોર્ટ્સ અનુસાર, રણબીર-શ્રદ્ધાની ફિલ્મે તેના 15માં દિવસે એટલે કે બુધવારે 3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેની સાથે તેની કમાણી વધી છે. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 117.29 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ફિલ્મમાં રણબીર અને શ્રદ્ધાએ પહેલીવાર સાથે કામ કર્યું છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે. ‘તુ જૂઠી મૈ મક્કાર’ રણબીર કપૂરના કરિયરની છઠ્ઠી 100 કરોડની ફિલ્મ બની છે. 100 ક્લબમાં પ્રવેશનારી તેની પ્રથમ ફિલ્મ ‘બર્ફી’ હતી.

આ પણ વાંચો : સૌરવ ગાંગુલીની બાયોપિક બનશે, રણબીર કપૂર પ્લે કરશે રોલ

‘તુ જૂઠી મૈ મક્કાર’ કમાણી કરતી રહેશે

‘તુ જૂઠી મૈ મક્કાર’ 8 માર્ચે હોળીના અવસર પર રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મ ટિકિટ બારી પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન ઘણી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જેમાં કપિલ શર્માની ‘ઝ્વિગાટો’ અને રાની મુખર્જીની ‘મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે’નો પણ સમાવેશ થાય છે. પરંતુ આ બંને ફિલ્મો ‘તુ જૂઠી મૈ મક્કાર’ની સામે ફૂસ્સ થઈ છે. જો કે, હવે અજય દેવગણ ફરી એકવાર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ભોલા સાથે 31 માર્ચે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ત્યાં સુધી ‘તુ જૂઠી મૈ મક્કાર’ હજુ ઘણા કરોડ રૂપિયા કમાય તેવી અપેક્ષા છે.

Back to top button