ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાનમાં 7.9ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

Text To Speech

ટોક્યો (જાપાન), 01 જાન્યુઆરી 2024: જાપાનના પશ્ચિમી વિસ્તારોમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા બાદ હવામાન વિભાગે સુનામીની ચેતવણી જારી કરી હતી. ભૂકંપ બાદ સુનામી મોજાં ઉછળતાં રશિયા અને કોરિયામાં એલર્ટ જારી કરવામાં આવી હતી. જાપાનની હવામાન એજન્સીએ ઈશીકાવા અને આસપાસના વિસ્તારમાં ભયાનંક ધરતીકંપની જાણ કરી હતી, જેમાંથી એકની પ્રારંભિક તીવ્રતા 7.4 માપવામાં આવી હતી. બીજી તરફ, જાપાનના રાજ્ય પ્રસારણકર્તા ‘એનએચકે ટીવી’એ ચેતવણી આપી છે કે સમુદ્રમાં મોજા પાંચ મીટર સુધી પહોંચી શકે છે. તેમણે લોકોને શક્ય તેટલી વહેલી તકે નજીકની ઇમારતના ઊંચા ગ્રાઉન્ડ અથવા ઉપરના માળે જવા વિનંતી કરી હતી. જો કે, હાલમાં ભૂકંપના કારણે થયેલા નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈમર્જન્સી નંબર જારી કર્યા

જાપાનમાં ભારતીય દૂતાવાસે ભયંકર ભૂકંપ અને સુનામીની ચેતવણીને પગલે ભારતીય નાગરિકો માટે કટોકટી સંપર્ક નંબરો જારી કર્યા છે.  સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, 40 સેન્ટિમીટરની લહેરો નિગાટાના સાડો આઇલેન્ડ સુધી પહોંચી હતી. યામાગાટા અને હ્યોગો પ્રાંતમાં પણ સુનામીથી પ્રભાવિત થવાની ધારણા છે. ભૂકંપનું કેન્દ્ર ઇશિકાવા પ્રાંતમાં અનામિઝુથી લગભગ 42 કિલોમીટર અને ઉત્તરપૂર્વમાં આશરે 10 કિલોમીટરની ઊંડાઇએ આવ્યું હતું. સ્થાનિક સમય અનુસાર સાંજે 4.10 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ધરતીકંપ પરમાણુ વિસ્ફોટનું જોખમ વધારે છે

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, હોકુરીકુ ઇલેક્ટ્રિક પાવરે કહ્યું છે કે તેઓ પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈપણ અનિયમિતતા સર્જાઈ નથી તેની તપાસ કરી રહ્યા છે. બીજી તરફ, કંસાઈ ઈલેક્ટ્રીક પાવરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભયંકર ધરતીકંપ પછી પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા જોવા મળી નથી. સામાન્ય રીતે ભૂકંપના જોરદાર આંચકાને કારણે, આ પ્લાન્ટમાં વિસ્ફોટ અને રાસાયણિક લિકેજનું જોખમ વધે છે. કંપનીએ કહ્યું કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: લદ્દાખમાં ભારે હિમવર્ષા વચ્ચે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા

Back to top button