ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

ફટકડીના આ ઉપાયો અજમાવોઃ ચમકશે કિસ્મત

Text To Speech
  • ફટકડી એન્ટીસેપ્ટિકના રૂપમાં કામ કરે છે
  • ફટકડીના કેટલાક ટોટકા તમારી કિસ્મત બદલી શકે છે
  • ફટકડીમાં નકારાત્મક ઉર્જાને ખતમ કરવાની તાકાત હોય છે

ફટકડી લગભગ મોટાભાગના ઘરમાં મળી આવે છે. તે એન્ટીસેપ્ટિકના રૂપમાં કામ કરે છે. તેનું રાસાયણિક નામ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે. ફટકડી હેલ્થ માટે તો ફાયદાકારક છે જ, પરંતુ તેના પ્રયોગથી પરિવાર, ધન, રોગ સહિત અનેક સમસ્યાઓમાં રાહત મળે છે. ફટકડીમાં ઘણાં ઔષધીય ગુણો મળી આવે છે.

તે પાણી સાફ કરવાથી લઇને લોહી રોકવાના કામમાં ઉપયોગમાં લેવાય છે. શાસ્ત્રો અનુસાર ફટકડીના કેટલાક ટોટકા તમારી કિસ્મત બદલી શકે છે. ફટકડીમાં નકારાત્મક ઉર્જાને ખતમ કરવાની તાકાત હોય છે, તે આસપાસની નકારાત્મક ઉર્જાને ખતમ કરીને સકારાત્મક ઉર્જામાં ફેરવવાની તાકાત રાખે છે.

ફટકડીના આ ઉપાયો અજમાવોઃ ચમકશે કિસ્મત hum dekhenge news

જાણો આવા કેટલાક ઉપાયો

  • જો તમારી દુકાન, બિઝનેસના સ્થળ , ઓફિસ કે કોઇ સંસ્થામાં કોઇને કોઇ સમસ્યા રહેતી હોય અથવા ચો બિઝનેસમાં વૃદ્ધિ ન થતી હોય તો કાળા કપડામાં ફટકડી બાંધીને મેઇન ગેટ પર લગાવી દો. બરકત આવવા લાગશે.
  • જો તમે દેવાથી પરેશાન છો તો એક પાનના પત્તા પર થોડી ફટકડી અને સિંદુર બાંધી લો અને સાંજના સમયે પીપળાના ઝાડ નીચે કોઇ મોટા પત્થરને તેની પર રાખી દો. તમારે ત્રણ બુધવાર આ કાર્ય કરવુ પડશે.
  • કોઇને કોઇ સમસ્યા રહેતી હોય અથવા કોઇ કામ અટકેલા પડ્યા રહેતા હોય તો ફટકડીને નહાવાના પાણીમાં નાંખી દો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દુર રહેશે. તમારુ આરોગ્ય પણ સારુ રહેશે.
  • બિઝનેસમાં સમૃદ્ધિ અને ઇન્ટરવ્યુમાં સફળતા માટે પાંચ ટુકડા ફટકડી એક બેલ્ટ અને છ વાદળી ફુલને નોમના દિવસે માં દુર્ગાને અર્પિત કરો. દસમના દિવસે આ ફુલને જળમાં વહાવી દો.
  • ઘરમાં પોતુ કરવાના પાણીમાં ક્યારેક ક્યારેક થોડુ મીઠુ અને ફટકડી મિક્સ કરી દો. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ જળવાયેલો રહેશે.
  • ફટકડીને એક કટોરીમાં બાથરૂમમાં રાખી દો અને દર મહિને બદલતા રહો. આમ કરવાથી પરિવારના સભ્યોની ઉન્નતિ થશે. સાથે નકારાત્મક ઉર્જા પોતાનામાં ખેંચીને સકારાત્મક ઉર્જા આપશે. ધન વૃદ્ધિના યોગ બનશે.

આ પણ વાંચોઃ પેટ્રોલ કારમાં ડીઝલ ભરશો તો શું થશે? જાણો અહીં

Back to top button