ગુજરાત

સત્ય: અમદાવાદમાં AMTSની માલિકીની એક પણ બસ હાલ રોડ ઉપર દોડતી નથી

Text To Speech
  • AMTSના અધિકારીઓ અને શાસકોની ભાગબટાઈ હોવાનો આક્ષેપ
  • બસોની છેલ્લી આવક રૂ.37 લાખ દર્શાવવામાં આવી
  • AMTSની પોતાની માલિકીની બસો સાવ બંધ કરી દેવામાં આવી

અમદાવાદમાં AMTSની માલિકીની એક પણ બસ હાલ રોડ ઉપર દોડતી નથી. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં AMTSની એકેય બસ મુકાઈ નથી. AMTS ફ્ક્ત ખાનગી ઓપરેટરોના લાભાર્થે જ ચલાવવામાં આવતી હોવાની ચર્ચા છે. જેમાં 2023-24નાં વર્ષમાં પણ AMTSની એક પણ બસ રોડ ઉપર મુકાઈ નથી.

આ પણ વાંચો: તરભ સ્થિત વાળીનાથ ધામ શ્રદ્ધાળુઓથી મંદિર ઊભરાયું, આજે અતિરુદ્ર મહાયજ્ઞ થશે 

AMTSની બસોની છેલ્લી આવક રૂ.37 લાખ દર્શાવવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની માલિકીની એક પણ બસ હાલ રોડ ઉપર દોડતી નથી, તેમ છતાં AMTSની બસોની છેલ્લી આવક રૂ.37 લાખ દર્શાવવામાં આવી છે. સને 2021-22, 2022-23 અને 2023-24નાં વર્ષમાં AMTSની એક પણ બસ રોડ ઉપર મુકવામાં આવી નથી. AMTSનુ દેવુ રૂ. 4,000 કરોડથી વધી ગયું છે. હવે AMTS ફ્ક્ત ખાનગી ઓપરેટરોના લાભાર્થે જ ચલાવવામાં આવતી હોય તેવુ લાગે છે. AMTS ની પોતાની માલિકીની બસો ધીમે ધીમે કરીને સાવ બંધ કરી દેવામાં આવી છે અને ફ્ક્ત ખાનગી ઓપરેટરોની બસો ઉપર આધારિત થઇ ગયા હોવાના કારણે રેવન્યુ આવક ઘટતી જાય છે.

આ પણ વાંચો: ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતમાં પતિ પત્ની સહિત 4નું મૃત્યુ

AMTSના અધિકારીઓ અને શાસકોની ભાગબટાઈ હોવાનો આક્ષેપ

નાગરિકોની સેવાનાં નામે AMTS ચાલુ રાખી ખાનગી ઓપરેટરોને બખ્ખાં કરાવવા માટે AMC તિજોરીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ કમ લોન લેવાની ફરજ પડી રહી છે. મ્યુનિ. પાર્કિંગમાં ફોર વ્હીલરના પાર્કિંગ માટે કલાકના રૂ. 5-10 વસૂલ કરાય છે. જ્યારે ખાનગી ઓપરેટરોને લાભ ખટાવવા માટે AMCના પ્લોટમાં આખા દિવસ માટે ફક્ત રૂ.1નું ટોકન ભાડું લેવામાં આવે છે. વિપક્ષના અમરાઈવાડીના એક કોર્પોરેટરે માંગેલી માહિતીમાં જણાવાયું છે કે, છેલ્લા 10-15 વર્ષથી AMTSની પોતાની માલિકીની બસોની સંખ્યા સતત ઘટતી જઇ રહી છે અને ખાનગી ઓપરેટરોની બસોની સંખ્યા વધી ગઇ છે. 2021-22નાં વર્ષમાં રૂ. 1 કરોડ અને 2022-23નાં વર્ષમાં રૂ. 84 લાખ અને 2023માં રૂ. 37 લાખ આવક દર્શાવાઈ છે. તેની સામે ખાનગી ઓપરેટરોની બસો થકી AMTSને થતી આવકમાં વધઘટ જોવા મળે છે. ખાનગી ઓપરેટરોની બસોથી થતી આવક સામે તેમને સંચાલન પેટે કરોડો રૂપિયાની કરાતી ચૂકવણીમાં AMTSના અધિકારીઓ અને શાસકોની ભાગબટાઈ હોવાનો આક્ષેપ કરાયોછે.

Back to top button