McDonaldમાં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતા જોવા મળ્યા ટ્રમ્પ! કમલા હેરિસ પર કર્યો કટાક્ષ, જૂઓ વીડિયો
- US પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પોતાના ચૂંટણી પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત
પેન્સિલવેનિયા, 21 ઓગસ્ટ: અમેરિકાના પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પોતાના ચૂંટણી પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત છે. તેમણે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢ્યો અને રવિવારે તેમના ચૂંટણી પ્રચારના ભાગરૂપે પેન્સિલવેનિયાના McDonaldના આઉટલેટમાં ગયા. આ સમય દરમિયાન તેમણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “મને ફ્રેન્ચ ફ્રાઈસ ગમે છે. મને અહીં કામ કરવાનું પણ ગમે છે.” ટ્રમ્પે વધુમાં કહ્યું કે, “મેં કમલા કરતાં 15 મિનિટ વધુ કામ કર્યું.”
જૂઓ વીડિયો
He was working the fryer like a true pro 😎 👨🍳 https://t.co/SaJ1Gskugb
— Dominic Michael Tripi (@DMichaelTripi) October 20, 2024
ટ્રમ્પે કમલા હેરિસ પર કટાક્ષ કર્યો
પૂર્વ US પ્રમુખ પેન્સિલવેનિયાના ફિસ્ટરવિલે-ટ્રેવોઝમાં મેકડોનાલ્ડ્સ ખાતે રોકાયા, કારણ કે કમલા હેરિસના “મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડ”ના દાવાને પડકારી શકાય. ઉલ્લેખનીય છે કે, પોતાના ચૂંટણી પ્રચારમાં કમલા હેરિસે પોતાના જૂના કોલેજ દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, વોશિંગ્ટનની હોવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તે કેશ રજિસ્ટરમાં કામ કરતાં હતા અને મેકડોનાલ્ડ્સમાં ફ્રાઈસ બનાવતા હતા. જો કે, ધ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરરના અહેવાલ મુજબ, ટ્રમ્પે વારંવાર દાવો કર્યો છે કે, હેરિસે ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું નથી. ટ્રમ્પે પેન્સિલવેનિયાના ફિસ્ટરવિલેમાં રેસ્ટોરન્ટમાં કહ્યું, ” મેકડોનાલ્ડ્સમાં કામ કરવું એ તેમના રેઝ્યૂમેનો એક મોટો ભાગ હતો. તે કેટલું મુશ્કેલ કામ હતું.” “તેમણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી અને કહ્યું કે તેઓ ગરમીમાં ખૂબ હેરાન થઈ જતાં હતા. હું કહું છું કે, તેઓએ ક્યારેય મેકડોનાલ્ડ્સમાં કામ કર્યું જ નથી.”
ટ્રમ્પનો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતો વીડિયો વાયરલ
ટ્રમ્પનો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, તે મેકડોનાલ્ડના કર્મચારીઓ સાથે વાત કરવાની સાથે ફ્રાઈસ પણ બનાવી રહ્યા છે. આ પછી તેમણે રેસ્ટોરન્ટના ડ્રાઇવ થ્રુમાં લોકોને ભોજન પણ પીરસ્યું. આ દરમિયાન, તેમણે એક પરિવાર સાથે પણ વાત કરી અને તેમને કહ્યું કે, આ માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી, કારણ કે ટ્રમ્પ પોતે તેના માટે ચૂકવણી કરશે.તેમણે કહ્યું કે, “અહીંની ભીડને જુઓ. તેઓ ખૂબ ખુશ છે કારણ કે તેમની પાસે આશા છે. તેમને આશાની જરૂર છે. મેં હવે કમલા હેરિસ કરતાં 15 મિનિટ વધુ કામ કર્યું છે.” ટ્રમ્પે ગયા મહિને ઇન્ડિયાના, પેન્સિલવેનિયામાં એક કેમ્પેઇન કાર્યક્રમ દરમિયાન કમલા હેરિસની અગાઉની નોકરીનો સંદર્ભ આપતા કહ્યું હતું કે, “હું ફ્રાય કૂક તરીકે કામ કરવા માંગુ છું, તે જોવા માટે કે તે શું છે.”
પેન્સિલવેનિયાના ચૂંટણી પ્રચારમાં બંને ઉમેદવારો ઉત્સાહી
બંને ઉમેદવારો વિજય સુનિશ્ચિત કરવા માટે 5 નવેમ્બરની ચૂંટણી પહેલા પેન્સિલવેનિયામાં વારંવાર રોકાઈ રહ્યા છે. ટ્રમ્પ અને હેરિસ પેન્સિલવેનિયા પર ભારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, બંનેએ અહીં તેમના ચૂંટણી કેમ્પેઇનને મજબૂત કરવા માટે કરોડો ડોલરનો ખર્ચ કર્યો છે. આ રાજ્યમાં હેરિસ અને ટ્રમ્પ વચ્ચે જોરદાર સ્પર્ધા છે.