આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટ્રમ્પે વેક્સિનના કટ્ટર વિરોધીને આપી સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી, જાણો કોણ છે

Text To Speech

વોશિંગ્ટન, તા.15 નવેમ્બર, 2024: અમેરિકાના પૂર્વ પ્રમુખ જૉહન એક કેનેડીના ભત્રીજા રૉબર્ટ કેનેડી દેશના આગામી સ્વાસ્થ્ય મંત્રી હશે. ડોનાલ્ડ્ર ટ્રમ્પે આ પદ પર તેમની વરણીની જાહેરાત કરી છે. તેમની નિમણુકની સાથે જ અમેરિકામાં વિરોધ પણ થવા લાગ્યો છે.

એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટ રૉબર્ટ એફ કેનેડી જૂનિયરને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના પ્રમુખ બનાવ્યા છે. કેનેડી વિશ્વભરમાં વેક્સિનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. વેક્સિનથી ઑટિઝમ અને અન્ય બીમારીઓ થવાનો ખતરો હોવાનું તેઓ માને છે.

ટ્રમ્પે આ પદ માટે કેનેડીના નામની જાહેરાત કરતાં કહ્યું કે, કોઈપણ સરકારની સૌથી મોટી જવાબદારી તેમના નાગરિકોનું સ્વાસ્થ્ય અને સુરક્ષાની ખાતરી કરવાની હોય છે. આ મામલે સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગની ખૂબ મોટી ભૂમિકા રહેશે. અમેરિકાના નાગરિકોને ખતરનાક કેમિકલ, પ્રદૂષણ ફેલાવતાં તત્વો, જંતુનાશકો, દવાઓ અને ખાદ્ય પદાર્થોમાં મળતાં ઝેરી તત્વોથી સુરક્ષા મળે તેવો અમારો હેતુ છે. આજે અમેરિકામાં સ્વાસ્થ્યને લઈ મોટું સંકટ પેદા થયું છે.

રૉબર્ટ કેનેડી આ વિભાગોમાં ઉચ્ચ માપદંડો સ્થાપિત કરશે અને પારદર્શિતા લાવશે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓનો સામનો કરી શકાય અને અમેરિકાને ફરીથી મહાન અને સ્વસ્થ બનાવી શકાય તે દિશામાં કામ કરશે.

કેનેડીની નિમણુકનો કેમ થઈ રહ્યો છે વિરોધ

અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી તરીકે રૉબર્ટ કેનેડીની નિમણુકની જાહેરાત બાદથી જ આ ફેંસલા પર સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટ મુજબ, જેના વિચારો પબ્લિક હેલ્થ માટે ખતરનાક માનવામાં આવે છે તેવા વ્યક્તિને ટ્રમ્પે તેમની ટીમમાં સામેલ કર્યો છે. તે એન્ટી વેકસિન એક્ટિવિસ્ટ છે.

કોણ છે રૉબર્ટ એફ કેનેડી જૂનિયર

રૉબર્ટ કેનેડી જૂનિયર વિશ્વના સૌથી પ્રભાવશાળી એન્ટી વેક્સિન એક્ટિવિસ્ટછે. તેમનો સંબંધ વિશ્વના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર સાથે છે. તે અમેરિકાના દિવંગત એટૉર્ની જનરલ રૉબર્ટ એફ કેનેડીના પુત્ર અને પ્રમુખ જૉન એફ કેનેડીના ભત્રીજા છે.

આ પણ વાંચોઃ  યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે ભારતને લઈ કહી આ મોટી વાત

Back to top button