ટ્રમ્પ સરકાર ફૂલ એક્શનમાં : 500થી વધુ ઘૂસણખોરોની ધરપકડ કરી વિમાનમાં બેસાડી હાંકી કાઢ્યા
વોશિંગ્ટન, 24 જાન્યુઆરી : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ પોતાની સરહદેથી અલગ-અલગ દેશોના 500થી વધુ ઘૂસણખોરોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસની માહિતી અનુસાર, અમેરિકી સેનાએ 538 ઘૂસણખોરોને પકડ્યા છે. આ સિવાય 373 કેદીઓની પણ અટકાયત કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આમાંથી સેંકડો લોકોને સૈન્ય વિમાનમાં પાછા મોકલવામાં આવ્યા છે.
મહત્વનું છે કે પ્રમુખ બનતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી હતી. આ પછી, અમેરિકન સેના સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે વધુ સતર્ક થઈ ગઈ છે. આ દરમિયાન પેન્ટાગોને 1500 વધારાના સુરક્ષા જવાનોને મેક્સિકન બોર્ડર પર મોકલ્યા છે. હવે અમેરિકામાં ઘૂસણખોરી કરનારા સુરક્ષિત નહીં રહે. ટ્રમ્પ પ્રશાસને લાખો ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની તૈયારી કરી છે. જેમાં હજારો ભારતીયો પણ સામેલ છે.
ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી બનાવી છે
ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી બનાવી છે, જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ઈમિગ્રન્ટ્સની ઓળખ કરીને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની જોગવાઈ છે. કારણ કે આ લોકોને દેશની સુરક્ષા માટે ખતરો માનવામાં આવે છે.
ચૂંટણી જીત્યા પહેલા જ ટ્રમ્પે નવી ઈમિગ્રેશન પોલિસી લાવવા અને સ્થળાંતર કરનારા ઘૂસણખોરોને તેમના દેશમાં પાછા મોકલવાની જાહેરાત કરી હતી. તેમની સંખ્યા લાખોમાં હોવાનું કહેવાય છે. ટ્રમ્પે આ સંબંધમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને નવી ઈમિગ્રેશન પોલિસી લાગુ કરી છે. તેમજ શપથગ્રહણના પહેલા જ દિવસે તેમણે સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દીધી હતી.
આ પણ વાંચો :- કાયદા વિભાગની સત્તામાં ઘટાડો કરાયો, હવે આ નિર્ણય ગૃહ વિભાગ દ્વારા જ લેવાશે